નીરજ પાંડેની તસ્કરી : ધ સ્મગલર્સ વેબમાં જોવા મળશે કસ્ટમ્સ ઑફિસર ઇમરાન હાશ્મી

16 December, 2025 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝ ઍક્શન, સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર છે

`તસ્કરી : ધ સ્મગલર્સ`માં કસ્ટમ્સ ઑફિસર ઇમરાન હાશ્મી

‘સ્પેશ્યલ ઑપ્સ’ જેવી વેબ-સિરીઝ અને ‘સ્પેશ્યલ 26’ તથા ‘અ વેન્સડે’ જેવી ફિલ્મો બનાવનાર નીરજ પાંડે હવે એક નવી સિરીઝ લઈને આવી રહ્યા છે. ‘તસ્કરી : ધ સ્મગલર્સ વેબ’ નામની આ સિરીઝમાં ઇમરાન હાશ્મી કસ્ટમ્સ ઑફિસર તરીકે જોવા મળશે અને એમાં શરદ કેળકર મહત્ત્વની ભૂમિકામાં છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે અને એની સત્તાવાર જાહેરાત કરતાં મેકર્સે એક વિડિયો શૅર કર્યો છે. આ સિરીઝ ઍક્શન, સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર છે.

emraan hashmi web series entertainment news bollywood bollywood news