14 March, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
OTT જંક્શન
નાના પાટેકર OTT પર આ સિરીઝથી ડેબ્યુ કરી રહ્યો છે. પ્રકાશ ઝાના નિર્દેશનમાં બનેલી આ સોશ્યો-પૉલિટિકલ થ્રિલર સિરીઝ એક પ્રભાવશાળી શિક્ષકની આસપાસ ફરે છે. આ કથા પ્રાચીન ચાણક્ય-ચંદ્રગુપ્તના ઇતિહાસથી પ્રેરિત છે અને એને આધુનિક ભારતમાં નવી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. સિરીઝમાં સંજય કપૂર, મોહમ્મદ ઝીશાન અયુબ અને નીરજ કાબી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ સિરીઝ ઍમૅઝૉન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહી છે.
TVFની લોકપ્રિય સિરીઝની ત્રીજી સીઝન ફરી નવી કથા સાથે આવી રહી છે. આ સીઝનમાં ડીએમ અભિલાષ શર્મા (નવીન કસ્તુરિયા) અને સંદીપ ભૈયા (સની હિન્દુજા) આમનેસામને જોવા મળશે અને વાર્તામાં રોમાંચક વળાંક આવે છે. આ સિરીઝ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.
નિર્દેશક તુષાર અમરીશ ગોયલની વિવાદાસ્પદ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ લાંબા સમય બાદ OTT પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં પરેશ રાવલ આગરાના અનુભવી ટૂર-ગાઇડ વિષ્ણુ દાસના પાત્રમાં જોવા મળે છે. એક વાઇરલ વિડિયો પછી તેમની જિંદગી બદલાઈ જાય છે અને તે તાજમહલ વિશે ઐતિહાસિક દાવો કરતી જાહેર હિત અરજી દાખલ કરીને તાજમહલના અસલી ઇતિહાસને સાબિત કરવાની લડાઈ શરૂ કરે છે. આ ફિલ્મ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ Lionsgate Play (OTT Play Premium) પર ઉપલબ્ધ છે.