midday

પાતાલ લોકની બીજી સીઝનનું સ્ટ્રીમિંગ આજથી શરૂ

17 January, 2025 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાથીરામ ચૌધરીના પાત્રમાં જયદીપ અહલાવત અને IPS ઑફિસર ઇમરાન અન્સારીના પાત્રમાં ઇશ્વાક સિંહ પાછા ફર્યા છે
હાથીરામ ચૌધરીના પાત્રમાં જયદીપ અહલાવત

હાથીરામ ચૌધરીના પાત્રમાં જયદીપ અહલાવત

વેબ-સિરીઝ ‘પાતાલ લોક’ના ચાહકોના ચાર વર્ષનો ઇન્તેજાર આજે પૂરો થઈ ગયો છે. ખૂબ વખણાયેલી આ સિરીઝની બીજી સીઝનનું સ્ટ્રીમિંગ આજથી ઍમૅઝૉન પ્રાઇમ પર શરૂ થઈ ગયું છે. હાથીરામ ચૌધરીના પાત્રમાં જયદીપ અહલાવત અને IPS ઑફિસર ઇમરાન અન્સારીના પાત્રમાં ઇશ્વાક સિંહ પાછા ફર્યા છે. ફરક એટલો છે કે ઇમરાન અન્સારીનું હવે પ્રમોશન થઈ ગયું છે અને તે હાથીરામના સિનિયર થઈ ગયા છે. હાથીરામની વાઇફ રેણુ ચૌધરી તરીકે ગુલ પનાગ છિ.

Whatsapp-channel
web series prime video amazon prime entertainment news bollywood bollywood news