વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભૂતપૂર્વ બૉડીગાર્ડની ઍક્ટિંગના ફીલ્ડમાં એન્ટ્રી

25 August, 2025 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લકી બિષ્ટે દેશની સુરક્ષાની જવાબદારી નિભાવવામાં લાંબો સમય વિતાવ્યો અને હવે તે રૂપેરી પડદા પર પગ મૂકી રહ્યા છે

નરેન્દ્ર મોદી સાથે લકી બિષ્ટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભૂતપૂર્વ અંગરક્ષક અને રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ (RAW)ના એજન્ટ લકી બિષ્ટે વેબ-સિરીઝ ‘સેના : ગાર્ડિયન્સ ઑફ ધ નેશન’માં કામ કરીને ઍક્ટિંગની દુનિયામાં એન્ટ્રી લીધી છે. લકી બિષ્ટે દેશની સુરક્ષાની જવાબદારી નિભાવવામાં લાંબો સમય વિતાવ્યો અને હવે તે રૂપેરી પડદા પર પગ મૂકી રહ્યા છે. આ સિરીઝ હાલમાં MX Player પર સ્ટ્રીમ થઈ રહી છે.
એક ઇન્ટરવ્યુમાં લકી બિષ્ટે જણાવ્યું હતું કે તેના વાસ્તવિક જીવન, સૈન્ય પૃષ્ઠભૂમિ અને અનુભવોને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ તેને આ ઑફર મોકલી, કારણ કે નિર્માતાઓ ઇચ્છતા હતા કે આ ભૂમિકામાં એક વાસ્તવિક, અનુભવી સૈનિક પડદા પર જોવા મળે. આ કારણે લકી બિષ્ટને ઑફર કરવામાં આવી અને તેઓ તરત જ સંમત થયા. આના પરિણામે તેઓ વેબ-સિરીઝમાં જોવા મળશે, મોટા પડદા પર નહીં.

web series narendra modi indian army entertainment news