‘ગંદી બાત 6’ના પોસ્ટરને લઈને ટ્રોલ થઈ એકતા

15 June, 2023 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પોસ્ટરને જોઈને લોકોએ સોશ્યલ મીડિયામાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

એકતા કપૂર

એકતા કપૂરની વેબ-સિરીઝ ‘ગંદી બાત 6’ના પોસ્ટરને લઈને તેને લોકોએ ટ્રોલ કરી છે. લોકોનું કહેવું છે કે પોસ્ટરમાં એક મહિલા સાડી પહેરીને કમળ પાસે બેઠી છે અને તેની બાજુમાં મોર છે. લોકોનું માનવું છે કે એ પોસ્ટર દેવી લક્ષ્મીની છબી જેવું દેખાય છે. એકતા કપૂરનો શો હંમેશાં વિવાદના વમળમાં ફસાય છે. આ પોસ્ટરને જોઈને લોકોએ સોશ્યલ મીડિયામાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. એકે લખ્યું કે ‘આવી અશ્લીલતા ફેલાવવાનું બંધ કરો. એકતા કપૂર આવી રીતે આપણાં દેવી-દેવતાઓનું અપમાન કરે છે.’ તો અન્યએ લખ્યું કે ‘એકતા કપૂરની સિરિયલને બૅન કરવામાં આવે. તે પોતાની સિરિયલ દ્વારા સમાજનું વાતાવરણ ખરાબ કરે છે.’ વધુ એકે લખ્યું કે ‘અલ્ટ બાલાજી એકતા કપૂરનું છે. નામમાં જ બાલાજી છે, પરંતુ કામ તદ્દન ઊંધું છે. એના દ્વારા એક સૉફ્ટ પૉર્ન પીરસવામાં આવે છે. એનાથી પણ મન ન ભરાયું તો લક્ષ્મી દેવીને સમાન થંબનેલ ક્રીએટ કરી દીધું. કમળ પર એક ગંદી મહિલાને બેસાડી દીધી છે.’ અન્યએ લખ્યું કે ‘આપણી સંસ્કૃતિ અને સમાજને બચાવવા માટે અલ્ટ બાલાજીને જ બૅન કરી દો.’ જોકે એકતા કપૂર હવે અલ્ટ બાલાજીમાંથી નીકળી ગઈ છે અને એમ છતાં તેને તેના જૂના પ્રોજેક્ટને લઈને ટ્રોલ કરવામાં આવી રહી છે.

ekta kapoor alt balaji Web Series entertainment news