અક્ષય કુમાર KGથી લઈને નવમા ધોરણ સુધી ત્રણ વખત થયો હતો ફેલ

10 April, 2026 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શોમાં સ્પર્ધકો સાથે વાતચીત કરતી વખતે અક્ષયે જણાવ્યું કે તે સ્કૂલમાં બૅક-બેન્ચર હતો

અક્ષય કુમારની ફાઇલ તસવીર

અક્ષય કુમાર હાલમાં રિયલિટી શો ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’ હોસ્ટ કરી રહ્યો છે. આ શોમાં તેના બાળપણના મિત્રોએ હાજરી આપી હતી. શોમાં સ્પર્ધકો સાથે વાતચીત કરતી વખતે અક્ષયે જણાવ્યું કે તે સ્કૂલમાં બૅક-બેન્ચર હતો, જેને પાસ થવામાં પણ ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. આ પછી અક્ષયે મિત્ર જિનેશ તરફ ઇશારો કરીને કહ્યું કે બન્ને કિન્ડરગાર્ટનથી સાથે ભણતા આવ્યા છે અને KGથી લઈને નવમા ક્લાસ સુધી તે બન્ને ત્રણ વખત ફેલ થયા હતા.

જોકે આ પછી મજાકમાં અક્ષયે મિત્ર જિનેશને પૂછ્યું કે તું વારંવાર કેમ ફેલ થતો હતો ત્યારે જિનેશે તરત જ હળવાશથી જવાબ આપ્યો કે હું તારી સાથે ટાઇમપાસ કરતો હતો એટલે હું પણ ફેલ થતો હતો. 

akshay kumar Education entertainment news bollywood bollywood news bollywood buzz bollywood gossips indian television television news