Israel-Hamas યુદ્ધમાં નાગિન એક્ટ્રેસ મધુરા નાયકે ગુમાવ્યા બહેન-બનેવી, કહ્યું...

10 October, 2023 10:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

TV Actress Madhura Naik Loses Family Members: નાના પડદાની જાણીતી અભિનેત્રી મધુરા નાયકે ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં પોતાના પરિવારના લોકોને ગુમાવી દીધા છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા એક વીડિયો શૅર કર્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મધુરા નાયક (તસવીર સૌજન્ય-ઈન્સ્ટાગ્રામ)

TV Actress Madhura Naik Loses Family Members: નાના પડદાની જાણીતી અભિનેત્રી મધુરા નાયકે ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં પોતાના પરિવારના લોકોને ગુમાવી દીધા છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા એક વીડિયો શૅર કર્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ ક્લિપમાં ઇઝરાયલનો સપૉર્ટ કરી રહી છે અને પરિવારને ગુમાવવાનું દુઃખ પણ વ્યક્ત કરી રહી છે.

TV Actress Madhura Naik Loses Family Members: રશિયા અને યૂક્રેનના યુદ્ધ દરમિયાન વિશ્વમાં વધુ બે દેશો વચ્ચે પણ યુદ્ધ છેડાયો છે. હાલ ઇઝરાયલમાં સ્થિતિ બિલકુલ ઠીક નથી. છેલ્લા કેટલાક દિવસમાં પેલેસ્ટેનિયન આતંકવાદી સંગઠન હમાસના રૉકેટ હુમલા બાદ ઇઝરાયલે પણ ધામો બોલી દીધો છે. બન્ને વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અનેક લોકો માર્યા ગયા છે, જેમાં ટીવી એક્ટ્રેસ મધુરા નાયક (Madhura Naik)ના પરિવારના સભ્યો પણ સામેલ છે.

ઇઝરાયલ યુદ્ધમાં મધુરા નાયકે ગુમાવ્યા પોતાના સ્વજનો
TV Actress Madhura Naik Loses Family Members: મધુરા નાયક નાના પડદાની જાણીતી અભિનેત્રી અને મૉડલ છે. તે `પ્યાર કી યે એક કહાની`, `ઈસ પ્યાર કો ક્યા નામ દૂં`, `હમને લી હૈ શપથ` અને `તુમ્હારી પાખી` જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે. તાજેતરમાં જ, એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરતા જણાવ્યું કે તેણે ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં પોતાના પરિવારના બે સ્વજનોને ગુમાવી દીધા છે.

મધુરાએ વ્યક્ત કર્યું દુઃખ
વીડિયોમાં મધુરાએ કહ્યું કે, "હું મધુરા નાયક ભારતમાં જન્મેલ યહુદી છું. ભારતમાં અમે ફક્ત 3000 છીએ. 7 ઑક્ટોબર પહેલા મારા પરિવારમાંથી અમે એક દીકરી અને એક દીકરો ગુમાવી દીધો. મારી બહેન ઓડાયા અને તેના પતિને મારી નાખવામાં આવ્યા, તે પણ તેમના બે બાળકોની સામે. જે દુઃખ અને તકલીફ મારો પરિવાર આ સમયે વેઠી રહ્યો છે, તેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય."

યહૂદી હોવાને કારણે મધુરાને કરવામાં આવી ટારગેટ
મધુરાએ પોતાના વાયરલ વીડિયોમાં આગળ જણાવ્યું કે, "આજે ઈઝરાયલ દુઃખમાં છે. હમાસની આગમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો બળી રહ્યા છે. મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને નબળાં લોકોને ટારગેટ કરવામાં આવ્યા છે. કાલે મેં મારી બહેન અને તેના પતિ તેમજ બાળકોની તસવીરો શૅર કરી હતી. જેથી વિશ્વ અમારી પીડા જોઈ શકે અને હું એ જોઈને આશ્ચર્યમાં છું કે પેલેસ્ટિનિયનો આ કેવો પ્રોપેગેંડા ચલાની રહ્યા છે. મારે યહુદી હોવાને કારણે હ્યૂમિલિએટેડ, શરમજનક અને ટારગેટ કરવામાં આવી."

TV Actress Madhura Naik Loses Family Members: મધુરાએ કહ્યું કે, "આજે હું મારી ફીલિંગ્સ જાહેર કરવા માગતી હતી. મારા ફૉલોઅર્સ, ફ્રેન્ડ્સ, જે લોકો મને પ્રેમ કરે છે અને જે લોકોએ મારો સપૉર્ટ કર્યો, જેમણે મને ફક્ત પ્રેમ આપ્યો અને જેમણે આટલા વર્ષો સુધી મારા વખાણ કર્યા, હું જણાવવા માગું છું કે આ પ્રો પેલેસ્ટિન પ્રોપેગેન્ડા ઈઝરાયલના લોકોને કિલર્સની જેમ બતાવવા માગે છે. આ યોગ્ય નથી. પોતાનો બચાવ કરવો આતંક નથી અને હું સ્પષ્ટ કરવા માગું છું કે હું કોઈપણ પ્રકારની હિંસાનો સપૉર્ટ નથી કરતી."

naagin television news indian television entertainment news israel hamas