16 October, 2024 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘અનુપમા’ કેરેક્ટર અને સ્મૃતિ ઈરાની
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતાં બનેલાં ઍક્ટ્રેસ સ્મૃતિ ઈરાની હવે રાજકારણી છે. તેઓ હાલની સૌથી પૉપ્યુલર સિરિયલ ‘અનુપમા’ દ્વારા ટીવી પર વાપસી કરી રહ્યાં હોવાની જે અટકળો લગાવવામાં આવતી હતી અને ઇન્સ્ટાગ્રામ પર જે ન્યુઝ ફેલાવવામાં આવતા હતા એના પર ખુદ સ્મૃતિ ઈરાનીએ ફુલસ્ટૉપ લગાવીને કહ્યું છે કે આ ફેક ન્યુઝ છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૧ વર્ષ બાદ સ્મૃતિ ઈરાની ટીવી પર વાપસી કરશે અને ‘અનુપમા’માં ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલી સામે સ્પેશ્યલ રોલમાં દેખાશે.