નમક ઇસ્ક કામાં ચમચમનું પાત્ર ભજવીને ખુશ છે શ્રુતિ

02 November, 2020 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નમક ઇસ્ક કામાં ચમચમનું પાત્ર ભજવીને ખુશ છે શ્રુતિ

શ્રુતિ શર્મા

શ્રુતિ શર્મા કલર્સ પર ટૂંક સમયમાં શરૂ થનાર સિરિયલ ‘નમક ઇસ્ક કા’માં ચમચમનું પાત્ર ભજવીને ખૂબ ઉત્સાહિત છે. બિહારમાં રહેતી ચમચમ એક ડાન્સર છે જે અનાથ આશ્રમમાં મોટી થાય છે જે તેના પર આધાર રાખનારા લોકોનું ભરણ-પોષણ કરે છે. તેને નચનિયા તરીકે બોલાવવામાં આવે છે. જોકે તેનાં લગ્ન મુંબઈના પ્રતિષ્ઠિત કુટુંબમાં થાય છે. પોતાના પાત્ર વિશે શ્રુતિએ કહ્યું હતું કે ‘હું આ રોલ માટે ખૂબ એક્સાઇટેડ છું. ચમચમ એક અસાધારણ પાત્ર છે. આ રોલ મને એક ઍક્ટર તરીકે પર્ફોર્મ કરવાની તક આપે છે. શોનો કન્સેપ્ટ સ્ટ્રૉન્ગ છે. મારા કૅરૅક્ટરની સ્ટોરી અને તેની જર્ની ખરા અર્થમાં સમાજમાં ફેલાયેલી ધારણાઓને બદલી નાખશે. હું કલર્સની આભારી છું કે તેમણે મને આ વિશેષ તક આપી છે. આ શોને લઈને હું ખૂબ ઉત્સાહિત છું. એના માટે હું ભરપૂર યોગદાન આપીશ.’

entertainment news television news indian television tv show colors tv