midday

ત્રણથી ચાર મહિનામાં દિશા સાથે લગ્ન કરશે રાહુલ વૈદ્ય

05 March, 2021 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણથી ચાર મહિનામાં દિશા સાથે લગ્ન કરશે રાહુલ વૈદ્ય
રાહુલ વૈદ્ય, દિશા પરમાર

રાહુલ વૈદ્ય, દિશા પરમાર

 ‘બિગ બૉસ’ 14ના રનર અપ રાહુલ વૈદ્યે જણાવ્યું છે કે તે ત્રણથી ચાર મહિનાની અંદર તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે લગ્ન કરવાનો છે. બિગ બૉસના ઘરમાં ગયા બાદ તે દિશાને ખૂબ મિસ કરતો હતો. દિશાએ સિરિયલ ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’માં પંખુરી કુમારનો રોલ કર્યો હતો. બન્ને હવે પોતાના રિલેશનને આગળ વધારતાં લગ્નના બંધનમાં બંધાવા માગે છે. એ વિશે રાહુલે કહ્યું હતું કે ‘અમે હજી પણ તારીખ નક્કી કરવા વિશે વિચારી રહ્યાં છીએ. જોકે અમે ત્રણથી ચાર મહિનાની અંદર લગ્ન કરવા માગીએ છીએ. અમે બન્ને શાંત સ્વભાવવાળાં છીએ. અમને વધુ હંગામા નથી કરવો. મેં અનેકનાં લગ્નમાં પર્ફોર્મ કર્યું છે અને તમામ ભવ્ય ફંક્શન જોયાં છે. આ જ કારણ છે કે મારાં લગ્ન સાદાઈમાં થશે. બાદમાં અમે ફૅમિલી અને ફ્રેન્ડ્સ માટે ખાસ સેલિબ્રેશનનું આયોજન કરીશું.’

Whatsapp-channel
entertainment news indian television television news tv show rahul vaidya