`Pushpa Impossible` ફેમ અભિનેત્રી બની સાયબર ફ્રોડનો શિકાર, કરુણા પાંડેને લાગ્યો આટલા લાખનો ચૂનો

18 November, 2024 05:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Pushpa Impossible Actress got Scammed: કરુણાએ ટીવી શો ‘વાગલે કી દુનિયા’માં તેનો અનુભવ શૅર કર્યો કે આ અંગે બોલવાથી, તેને અન્ય લોકોને આવા કૌભાંડો સામે જાગૃત રહેવા અને સશક્ત બનાવવાની આશા રાખે છે.

કરુણા પાંડે (ફાઇલ તસવીર)

છેલ્લા કેટલાક મહિનામાં અનેક જાણીતા કલાકારો અને સેલેબ્સે જાહેરમાં આવીને તેમની સાથે થયેલી ઑનલાઇન છેતરપિંડીની ઘટના શૅર કરી છે. છેતરપિંડી થનાર આ સેલેબ્સની યાદીમાં હવે સબ ટીવીના શો ‘પુષ્પા ઈમ્પોસિબલ’ની (Pushpa Impossible Actress got Scammed) લીડ અભિનેત્રી કરુણા પાંડે પણ જોડાઈ ગઈ છે. એક્ટર કરુણા પાંડે આ ટીવી શોમાં તેની ભૂમિકા માટે જાણીતી છે જે હાલમાં ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બની છે જે બાબતે હવે તેણે વાત કરી છે. ઘટના વિશે વાત કરતાં, કરુણા પાંડેએ જણાવ્યું કે ખરેખર શું બન્યું હતું. કરુણાએ યાદ કરતાં કહ્યું, "હું સેટ પર હતી ત્યારે મને હાઈ કોર્ટનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતા એક વ્યક્તિઓ તરફથી ફોન આવ્યો હતો. તેઓએ આરોપ લગાવ્યો કે મારું એક નિષ્ક્રિય ઈનએક્ટિવ એકાઉન્ટ ગેરકાયદેસર વ્યવહારો સાથે જોડાયેલું હતું અને તેણે મારો એકાઉન્ટ નંબર પણ મને આપ્યો હતો. તેઓએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ડેપ્યુટી પોલીસ કમિશનર મને વીડિયો કૉલ કરશે જે મને તે સમયે એકદમ સાચું જ લાગ્યું."

કરુણાએ (Pushpa Impossible Actress got Scammed) ખુલાસો કર્યો કે આ સ્કેમર્સ તેમની છેતરપિંડી વીડિયો કૉલ દ્વારા આગલા સ્તર પર લઈ ગયા, જ્યાં નકલી ડીસીપીએ તેને રૂ. 2,75,000 ચૂકવીને મામલો પતાવવાનું કહ્યું હતું. અભિનેત્રીએ કહ્યું "તેમણે મને ચેતવણી આપી કે આ વાત કોઈની સામે ન જણાવો અને નબળાઈની એક ક્ષણમાં, મેં પૈસા ટ્રાન્સફર કર્યા. પાછળ જોઈને, મને લાગે છે કે હું કોઈ પ્રકારના સંમોહન હેઠળ હતી.” સદનસીબે, કરુણાના સાથીદારોએ દરમિયાનગીરી કરી જ્યારે તેણે આ ઘટના તેમને જણાવી અને તે બાદ એક ચોંકાવનારું સત્ય સામે કર્યું. "તેઓએ મને અહેસાસ કરાવ્યો કે મારી સાથે છેતરપિંડી થઈ છે,” એમ અભિનેત્રીએ કહ્યું.

આ અંગે કરુણાએ તરત જ પોલીસ અધિકારીઓને ઘટનાની જાણ કરી અને હવે તે ન્યાયની માગણી કરી રહી છે. "જ્યારે પૈસા ફરી મળવા તે પડકારરૂપ હોઈ શકે છે, ત્યારે હું આ સ્કૅમ (Pushpa Impossible Actress got Scammed) વિશે જાગૃતિ ફેલાવવા અને અન્ય લોકોને શિકાર બનવાથી બચાવવા માગુ છું," એમ તેણે જણાવ્યું. ઘટનાનો ખુલાસો થતાં જ કરુણાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, અભિનેત્રીએ અધિકારીઓની મદદ લીધી. તેણે કહ્યું, "અધિકારીઓએ મને કહ્યું કે તેઓ પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કરશે, પરંતુ તે મુશ્કેલ છે કારણ કે મેં આ જાતે ટ્રાન્સફર કર્યા છે. પરંતુ હું ઈચ્છું છું કે દરેકને આ નવા કૌભાંડ વિશે ખબર પડે, જેથી કોઈ તેનો શિકાર ન બને. આ ખરાબ પછી અનુભવ, હું અત્યંત સજાગ બની ગઈ છું.” તેના ચાહકોને સાવચેત કરવાના પ્રયાસરૂપે, કરુણાએ ટીવી શો ‘વાગલે કી દુનિયા’માં તેનો અનુભવ શૅર કર્યો કે આ અંગે બોલવાથી, તેને અન્ય લોકોને આવા કૌભાંડો સામે જાગૃત રહેવા અને સશક્ત બનાવવાની આશા રાખે છે.

sab tv cyber crime television news indian television tv show entertainment news