29 March, 2023 06:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિવિયન ડીસેના
ટીવી સીરિયલ `મધુબાલા`ના એક્ટર વિવિયન ડીસેના (Vivian Dsena)એ ઈસ્લામ કબૂલ કર્યો છે. આ સમાચાર આવતાં ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અભિનેતાએ જણાવ્યું કે તેણે 2019માં જ ઈસ્લામ કબૂલ કર્યો હતો. એટલું જ નહીં, અભિનેતાએ વિદેશી મહિલા સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. લાંબા સમય બાદ વિવિયને તેના અંગત જીવન પર મૌન તોડ્યું છે. વિવિયન તેની પત્ની અને ચાર મહિનાની પુત્રી વિશે વાત કરી. તાજેતરમાં વિવિયને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે ઈસ્લામ કબૂલ કરવાની વાત કરી હતી.
નોંધનીય છે કે, વિવિયનના ગત વર્ષે લગ્ન થયા હતા. બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેતાએ ઈસ્લામ અપનાવવા અંગે કહ્યું કે "મારા જીવનમાં બહુ બદલાવ આવ્યો નથી. મારો જન્મ એક ખ્રિસ્તી પરિવારમાં થયો હતો અને હવે હું ઈસ્લામનું પાલન કરું છું. હું 2019થી રમઝાન મહિના માટે ઉપવાસ કરી રહ્યો છું. તે પછી જ મેં ઇસ્લામમાં વિશ્વાસ કરવાનું શરૂ કર્યું. હું દિવસમાં 5 વખત પ્રાર્થના કરીને ખૂબ જ હળવાશ અનુભવું છું." તમને જણાવી દઈએ કે વિવિયન ડીસેનાએ પહેલા લગ્ન વાહબિઝ દોરાબજી સાથે કર્યા હતા, જેમની સાથે તેણે 2021માં છૂટાછેડા લીધા હતા. વાહબિઝ એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી પણ છે.
આ પણ વાંચો: AAP નેતા રાઘવ ચડ્ઢા સાથે લગ્નને લઈ પરિણીતિએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
પોતાના બીજા લગ્ન અને પુત્રી વિશે વાત કરતી વખતે અભિનેતાએ કહ્યું હતું કે, "હું પરિણીત છું અને ચાર મહિનાની પુત્રીનો પિતા પણ છું, આમાં મોટી વાત શું છે". ઉલ્લેખનીય છે કે, વિવિયન ડીસેનાએ ઇજિપ્તની પત્રકાર નૂરન અલી સાથે બીજા લગ્ન કર્યા છે. વિવિયન ડીસેનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, `મધુબાલા` સિવાય, તે `પ્યાર કી યે એક કહાની`, `ઇશ્ક મેં મરજાવાં` જેવા શોમાં દેખાયો છે.