ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી નંબર વનના સ્થાન પર યથાવત્, અનુપમા પાંચમા નંબરે

11 April, 2026 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં ટીવી દર્શકોની પસંદગી દર્શાવતી સંસ્થા બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટનો રિપોર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.

ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી નંબર વનના સ્થાન પર યથાવત્, અનુપમા પાંચમા નંબરે

ભારતમાં ટીવી દર્શકોની પસંદગી દર્શાવતી સંસ્થા બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટનો રિપોર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં નંબર વન પોઝિશન પર ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’એ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ પછી બીજા સ્થાને ‘ગંગા માઈ કી બેટિયાં’ અને ત્રીજા સ્થાને ‘તુમ સે તુમ તક’ છે. ગયા અઠવાડિયે છઠ્ઠા સ્થાને રહેલો ‘વસુધા’ આ વખતે સીધો ચોથા સ્થાને પહોંચી ગયો છે, જે એની લોકપ્રિયતામાં વધારો દર્શાવે છે. આ લિસ્ટમાં પાંચમા સ્થાને એક સમયનો નંબર વન શો ‘અનુપમા’ છે.

television news kyunki saas bhi kabhi bahu thi smriti irani indian television entertainment news