ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2માં આવવાનો છે જમ્પ?

01 November, 2025 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શોની વાર્તા કેટલાંક વર્ષો આગળ વધી જશે છતાં સ્મૃતિ ઈરાની એનો ભાગ હશે એવી ચર્ચા, ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘હાલમાં શોને બંધ કરવાનું પ્લાનિંગ નથી, પણ...

ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2માં આવવાનો છે જમ્પ?

સ્મૃતિ ઈરાનીનો કમબૅક શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ લોકોને ગમી રહ્યો છે અને શોને સારાએવા ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) મળી રહ્યા છે. TRPની યાદીમાં આ શો સતત બીજા ક્રમે છે અને એ ટોચના શો ‘અનુપમા’ કરતાં થોડો પાછળ છે. જોકે હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે થોડા સમય પછી આ શો બંધ થઈ જવાનો છે. જોકે શો સાથે સંકળાયેલી એક વ્યક્તિએ અલગ જ વાત કરી છે.

‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘હાલમાં શોને બંધ કરવાનું પ્લાનિંગ નથી, પણ નજીકના ભવિષ્યમાં શોમાં જમ્પ આવશે જેને કારણે વાર્તા કેટલાંક વર્ષો આગળ વધશે. જોકે આ વાર્તાના આ નવા સેટ-અપમાં પણ સ્મૃતિ ઈરાની યથાવત્ રહેશે. હાલમાં આ શોના આગામી રસપ્રદ કન્સેપ્ટ પર કામ ચાલી રહ્યું છે.’

kyunki saas bhi kabhi bahu thi television news indian television entertainment news smriti irani