07 October, 2024 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
અમિતાભ બચ્ચન ૧૧ ઑક્ટોબરે ૮૨મી વર્ષગાંઠ ઊજવવાના છે, પણ કૌન બનેગા કરોડપતિ (KBC)ના નવા પ્રોમોમાં તો તેઓ આમિર ખાન અને તેના દીકરા જુનૈદ સાથે ઑલરેડી બર્થ-ડે ઊજવતા દેખાય છે. પ્રોમોની શરૂઆત KBCના સ્પર્ધકો બિગ બીને જન્મદિવસની વધામણી આપે છે એનાથી થાય છે. એક સ્પર્ધક અમિતાભ માટે હૃદયસ્પર્શી કવિતા રજૂ કરે છે તો એક સ્પર્ધક તેમના માનમાં રૅપ સૉન્ગ ગાય છે. આમિર પણ અમિતાભના ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે’ પર ડાન્સ કરીને ઉજવણીમાં જોડાય છે.
આમિર ખાન ત્યાર બાદ ઑડિયન્સને પૂછે છે, જબ મૈં છોટા થા તબ સુપરસ્ટાર કૌન થા? ઑડિયન્સમાંથી અમિતાભ બચ્ચનનું નામ બોલાય છે. ત્યાર બાદ આમિર બીજો સવાલ પૂછે છે, અબ મૈં બૂઢા હોને જા રહા હૂં તબ સુપરસ્ટાર કૌન હૈ? ઑડિયન્સમાંથી ફરી અમિતાભ બચ્ચનનું નામ લેવાય છે.