12 September, 2022 09:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાશ્મીરા શાહ (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
કાશ્મીરા શાહ જાણીતી એક્ટ્રેસ અને મૉડલ છે. તે કૃષ્ણા અભિષેકની પત્ની છે. સોશિયલ મીડિયા પર કાશ્મીરા ઘણી એક્ટિવ રહેતી હોય છે. તે પોતાના લૂક્સ અને સ્ટાઈલથી બધાનું દિલ જીતી લે છે. તે તાજેતરમાં જ કાશ્મીરા શાહે એક વીડિયો પોતાના ઇન્સ્ટા હેન્ડલ પર શૅર કર્યો છે. આ વીડિયોને જોઈ ફેન્સ ચોંકી ગયા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કાશ્મીરાની મેડ ક્યારેક તેને પકડીને ખેંચી રહી છે ક્યારે હાથ દબાવતી દેખાય છે.
સોશિયલ મીડિયા પર કૃષ્ણા અભિષેકની પત્ની અને એક્ટ્રેસ કાશ્મીર શાહનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કાશ્મીરાએ પોતાની મસાજ માટે કોઇકને બોલાવી. વાયરલ થતા આ વીડિયોમાં જોઈ શકાય છે કે મસાજ કરાવતી વખતે કાશ્મીરા એકાએક ચિલ્લાવવા માંડે છે. સાથે જ તે જમીન પર લેટીને ધીમેધીમે રૂમમાંથી નીકળવાનો પ્રયત્ન કરી રહી હતી. એટલામાં જ તેની મેડ જોઈ લે છે અને તેના પગ પકડીને ખેંચવા માંડે છે. એટલું જ નહીં ત્યાર બાદ તે હાથ પગ અને કમરની પણ જબરજસ્ત મસાજ કરે છે જેના પછી તો કાશ્મીરાની સ્થિતિ જોવા જેવી થાય છે.
આ ફની વીડિયો પર ચાહકો કોમેન્ટ કરતા થાકતા નથી. એક ચાહકે કૉમેન્ટ કરતા કહ્યું, શું વાત છે તમે ખૂબ જ ફની લાગો છો. તો બીજા ચાહકે લખ્યું મસાજમાં પીડા તો થાય જ છે.