૫૦ વર્ષની સ્મૃતિ ઈરાનીનો ઑનસ્ક્રીન પૌત્ર બન્યો ૫૧ વર્ષનો આકાશદીપ સહગલ

29 April, 2026 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2નું આવું કાસ્ટિંગ ઘણા લોકોને ગળે નથી ઊતર્યું

આકાશદીપ સહગલ અને સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીનો શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ દર્શકોનાં દિલની સાથે-સાથે TRP ચાર્ટ પર પણ છવાયેલો છે. શોમાં સતત આવતા નવા ટ્વિસ્ટ અને ટર્ન દર્શકોને આ શો સાથે બાંધી રાખે છે. હવે આ શોમાં એક નવી એન્ટ્રી થઈ છે, જેને કારણે ઘણા દર્શકો નિરાશ થયા છે. શોમાં તુલસીના દીકરા અંશ ગુજરાલના દીકરાની એન્ટ્રી થઈ છે, જેને જોઈને દર્શકોએ પોતાનું માથું પકડી લીધું છે. આ શોની પહેલી સીઝનમાં અંશ ગુજરાલની ભૂમિકા આકાશદીપ સહગલે ભજવી હતી અને હવે તેણે જ સીઝન 2માં અંશના દીકરા રિયોના પાત્રમાં એન્ટ્રી કરી છે. આ જોઈને ઘણા દર્શકો ખુશ નથી. દર્શકો એકતા કપૂરના શોની કાસ્ટિંગને લઈને નારાજ છે કારણ કે તુલસીનું પાત્ર ભજવી રહેલી સ્મૃતિ ઈરાનીની ઉંમર ૫૦ વર્ષ છે, જ્યારે આકાશદીપ સહગલ ૫૧ વર્ષનો છે અને તેની ઉંમર ચહેરા પર દેખાઈ રહી છે. ઉંમરની આ ગરબડને કારણે હવે દર્શકોએ શોના કાસ્ટિંગ અને એકતા કપૂરની કલાકારોની પસંદગી પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે અને ટ્રોલિંગ પણ વધી ગયું છે.

tv show smriti irani kyunki saas bhi kabhi bahu thi ekta kapoor television news indian television