પરિવારે પરંપરાગત રીતે ઊજવી દિવ્યાંકા ત્રિપાઠીની ગોદભરાઈ

06 April, 2026 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયા જૂનમાં મમ્મી-પપ્પા બનવાનાં છે

આ બેબીશાવરના વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે

ટીવી-ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયા માટે આ સમય ખૂબ જ ખાસ છે. બન્ને જૂનમાં મમ્મી-પપ્પા બનવાનાં છે અને હાલમાં ખૂબ ખુશી અનુભવી રહ્યાં છે. હાલમાં જ આ દંપતીના પરિવારે ગોદભરાઈનો કાર્યક્રમ યોજ્યો હતો જે ખુશી, હાસ્ય અને યાદગાર પળોથી ભરેલો હતો. દિવ્યાંકા આ પ્રસંગે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાતો હતો. આ બેબીશાવરના વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. આ વિડિયોમાં દિવ્યાંકા લાઇમ ગ્રીન સૂટ અને માથે લાલ દુપટ્ટા સાથે ખૂબ આકર્ષક દેખાતી હતી. વિડિયોમાં કેટલીક ખૂબ જ ભાવુક અને પ્રેમાળ પળ પણ જોવા મળી જેમાં વિવેક દહિયા પત્ની દિવ્યાંકાના બેબી-બમ્પ પર પ્રેમથી હાથ ફેરવતો અને કિસ કરતો જોવા મળ્યો હતો. બન્ને હસતાં અને વાતો કરતાં જોવા મળ્યાં અને તેમની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. મિત્રો અને પરિવારજનો પણ આ ખુશીમાં જોડાયા હતા અને પરંપરાગત રીતે ગોદભરાઈની વિધિ કરી હતી.

divyanka tripathi vivek dahiya baby indian television television news entertainment news viral videos