કૉન્ટેક લૅન્સ પહેરવાથી બિગ બૉસ ફેમ આ અભિનેત્રીને દેખાવાનું થયું બંધ

21 July, 2024 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Jasmin Bhasin Eye Injury: અભિનેત્રીની કૉર્નિયા ખરાબ થઈ ગઈ હતી અને 17 જુલાઈથી તેને આ સમસ્યા થવા લાગી હતી.

જાસ્મિન ભસીન (તસવીર સૌજન્ય: ઇનસ્ટાગ્રામ)

Jasmin Bhasin Eye Injury: બિગ બૉસ 14, અને ખતરોં કે ખિલાડી તેમ જ નાગિન સહિત અનેક ટીવી શોથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી જાસ્મિન ભસીન (Jasmin Bhasin Eye Injury) થોડા સમય પહેલા દિલ્હીમાં એક ઈવેન્ટમાં ગઈ હતી. આ દરમિયાન જાસ્મિન ભસીન સાથે એવું કંઈક થયું કે તે બાદ  તેને દેખાવાનું બંધ થઈ ગયું હતું. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. વાસ્તવમાં, તે જાસ્મિન ભસીનએ તેની આંખોમાં કૉન્ટેક લૅન્સ પહેર્યા હતા જેને લીધે તેને આખોમાં ગંભીર પીડા થઈ હતી અને થોડા સમય બાદ તેને એકદમ દેખાવાનું બંધ થઈ ગયું હતું. પોતાની સાથે બનેલી આ ઘટના બાબતે હવે જાસ્મિન ભસીને એક ઈન્ટરવ્યુમાં પોતાનો અનુભવ શૅર કરી લોકોને તેની હેલ્થ બાબતે અપડેટ્સ આપ્યા હતા.

ટીવી પર અનેક રિયાલિટી શોમાં કામ ચૂકેલી જાસ્મિન ભસીને જણાવ્યું કે તેના કૉન્ટેક લૅન્સમાં (Jasmin Bhasin Eye Injury) કોઈ સમસ્યા હોવાને કારણે તેની કૉર્નિયા (આંખોમાં રહેતી એક લેયર) ખરાબ થઈ ગઈ હતી અને 17 જુલાઈથી તેને આ સમસ્યા થવા લાગી હતી. જે દિવસે તેને આ પીડા થઈ ત્યારે તે એક કાર્યક્રમમાં હાજર હતી. જાસ્મિન ભસીને ઇન્ટરવ્યૂ દરમિયાન વાતચીતમાં જણાવ્યું હતું કે, "હું 17 જુલાઈએ દિલ્હીમાં એક ઈવેન્ટ માટે ગઈ હતી. ઈવેન્ટ માટે હું તૈયાર થઈ રહી હતી. મને ખબર નથી કે મારા લેન્સમાં શું સમસ્યા આવી હતી, પરંતુ તે પહેર્યા પછી મારી આંખોમાં થોડી પીડા થઈ અને તે બાદ મને દુખાવો થવા લાગ્યો અને આ ધીમે ધીમે કરીને દુખાવો વધવા લાગ્યો હતો.."

જાસ્મિન ભસીને જણાવ્યું કે આંખની તકલીફ (Jasmin Bhasin Eye Injury) હોવા છતાં તે ઈવેન્ટમાં આવી હતી. તે સમયે તેને દેખાતું પણ ન હતું. જાસ્મિનને આગળ કહ્યું કે, "હું ડૉક્ટર પાસે જવા માગતી હતી, પરંતુ મારી પાસે કામની પ્રતિબદ્ધતા હતી તેથી મેં પહેલા ઇવેન્ટમાં અને પછી ડૉક્ટર પાસે જવાનું નક્કી કર્યું. મેં ઇવેન્ટમાં સનગ્લાસ પહેર્યા હતા અને ટીમે મને વસ્તુઓ સંભાળવામાં મદદ કરી હતી, કારણ કે એક સમય પછી મને બધુ જ દેખાવવાનું બંધ થઈ ગયું હતું."

જાસ્મિન ભસીને વધુમાં જણાવ્યું હતું કે, "ઈવેન્ટ બાદ રાત્રે અમે આંખના ડૉક્ટર (Jasmin Bhasin Eye Injury) પાસે ગયા, જેમણે મને કહ્યું કે મારા કોર્નિયાને નુકસાન થયું છે અને તે બાદ તેમણે સારવાર માટે મારી આંખો પર પાટો બાંધ્યો હતો. બીજા દિવસે હું મુંબઈ ગઈ અને અહીં મારી સારવાર કરાવી રહી છું. હું ઘણી બીમાર છું. મને ડૉક્ટરોએ કહ્યું છે કે હું આગામી ચાર-પાંચ દિવસમાં ઠીક થઈ જઈશ, પરંતુ ત્યાં સુધી મારે મારી આંખોની સારી સંભાળ લેવાની જરૂર છે. જાસ્મિન ભસીને કહ્યું કે આ તબક્કામાંથી પસાર થવું તેના માટે બિલકુલ સરળ નથી. આંખોની પીડાને કારણે તે ઊંઘી પણ શકતો નથી.

bigg boss 14 naagin television news indian television entertainment news