અનુપમા ટીવી-સિરિયલમાંથી હવે અલિશા પરવીનની એક્ઝિટ

23 December, 2024 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપરહિટ ટીવી-સિરિયલ ‘અનુપમા’માં રાહી/આદ્યાના રોલમાં હવે અલિશા પરવીનને બદલે અદ્રિજા રૉય જોવા મળશે. અલિશાને આ સિરિયલમાંથી હટાવી દેવામાં આવી છે.

રૂપાલી ગાંગુલી, અલિશા પરવીન

સુપરહિટ ટીવી-સિરિયલ ‘અનુપમા’માં રાહી/આદ્યાના રોલમાં હવે અલિશા પરવીનને બદલે અદ્રિજા રૉય જોવા મળશે. અલિશાને આ સિરિયલમાંથી હટાવી દેવામાં આવી છે. જોકે અલિશાને એના વિશે અગાઉથી જાણ કરી દેવામાં આવી હતી. ‘અનુપમા’માં હવે પોતે નહીં જોવા મળે એના વિશે અલિશાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે : હેલો એવરીવન, મેં આ શો નથી  છોડ્યો... પણ મને નથી ખબર આવું કેમ થયું... બધું બરાબર હતું, પણ અચાનક આવું કેમ થયું મને ખબર નથી... મારા માટે પણ આ શૉકિંગ હતું.

‘અનુપમા’માંથી તાજેતરમાં ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા જેવા ઘણા કલાકારોની એક્ઝિટ થઈ છે.

anupamaa rupali ganguly star plus tv show television news indian television sudhanshu pandey gaurav khanna entertainment news