05 March, 2026 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મમતા કુલકર્ણી
ટીવીના લોકપ્રિય કૉમેડી કુકિંગ શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ સીઝન ૩’ના સેટ પર રસોઈ અને કૉમેડીનો અનોખો સમન્વય જોવા મળે છે. થોડા સમય પહેલાં સાધ્વી બની ગયેલી ૧૯૯૦ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી મમતા કુલકર્ણી હાલમાં આ શોના સેટ પર જોવા મળી હતી. મમતાએ આ શોના સેટ પર ફોટોગ્રાફર્સ સાથે વાતચીત પણ કરી હતી.
મમતાએ આ વાતચીત દરમ્યાન કહ્યું હતું કે ‘હું ખૂબ ઉત્સાહિત છું. હું પચીસ વર્ષ પછી ટીવી પર આવી રહી છું. છેલ્લાં પચીસ વર્ષમાં હું ક્યારેય ટીવી પર આવી નથી. આ એક સારો મોકો છે. અહીં હસવાનો મોકો મળે છે. લોકો બહુ ગંભીર બની ગયા છે, જીવન પણ ગંભીર થઈ ગયું છે. દરેક જગ્યાએ ગંભીરતા છે તો એમાં હસવું, રસોઈ બનાવવી અને ખુશ રહેવું એથી સારી વાત શું હોઈ શકે?’
મમતા તેના સમયની સુપરગ્લૅમરસ ઍક્ટેસ હતી, પણ હવે તેણે ગ્લૅમરજગતથી દૂર રહીને આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે. હવે તે ‘મમતાનંદગિરિ’ તરીકે ઓળખાય છે અને એક નવી ઓળખ સાથે જીવન જીવી રહી છે.