17 October, 2022 08:59 PM IST | Mumbai | Karan Negandhi
તસવીર સૌજન્ય: પ્રતીક ગાંધીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
નવી અર્બન ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાનો સિલસિલો સતત ચાલુ છે. હવે આ લિસ્ટ વધુ એક ફિલ્મનું નામ જોડાઈ ગયું છે. પ્રતીક ગાંધી (Pratik Gandhi) સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’ (Vhaalam Jaao Ne)નું પોસ્ટર આજે સામે આવ્યું છે. આવતી કાલે (૧૮ ઑક્ટોબરે) ફિલ્મનું ટ્રેલર લોન્ચ થશે. આ ફિલ્મ ૪ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
પ્રતીક ગાંધીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરને કેપ્શન આપતા તેમણે લખ્યું કે “પીસાય ગયો મુરતિયો, પરિવાર અને પ્રેમમાં, તમે ના રહી જતાં વહેમમાં, કારણકે મોજની ગેરન્ટી છે અમારી આ ફિલ્મમાં.”
ફિલ્મમાં પ્રતીક ગાંધી અને દિક્ષા જોશી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તેમની સાથે ઓજસ રાવલ, ટીકુ તલસાનિયા, સંજય ગોરાડિયા અને કવિન દવે જેવા દિગ્ગજો પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ હાર્દિક ગજ્જરે કર્યું છે. પોસ્ટરમાં પ્રતીકના હાથમાં એક કાર્ડ છે જેમાં લખ્યું છે કે ‘મુરતિયો મૂડમાં નથી’. તો પાછળ પરિવાર સાથે દિક્ષા જોશી દુલ્હનના વેશમાં લગ્ન માટે તૈયાર છે.
આ પણ વાંચો: ‘છેલ્લો શો’ Review : ઓસ્કારમાં પહોંચેલી આ ફિલ્મ હ્રદય સોંસરવી ઉતરી જશે