23 April, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કસુંબો ફિલ્મનું પોસ્ટર
ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ હવે હિન્દીમાં પણ રિલીઝ થવાની છે. ૧૬ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ ગુજરાતમાં ખાસ્સી છવાઈ ગઈ હતી. હવે હિન્દીમાં એ ફિલ્મ ત્રીજી મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની સ્ટોરી તેરમી સદી પર પ્રકાશ પાડશે. એ સમયે અલાઉદ્દીન ખીલજીનું વર્ચસ્વ હતું. ‘કસુંબો’માં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે દાદુ બારોટ અને એકાવન લોકો મળીને ખીલજીની સેનાની સામે બાંયો ચડાવે છે. તેઓ મંદિરો અને આપણી સનાતન સંસ્કૃતિને બચાવવા માટે યોગદાન આપે છે. આ ફિલ્મ દ્વારા તેમના શૌર્યને બિરદાવવામાં આવ્યું છે. પેન સ્ટુડિયોઝ આ ફિલ્મને દેશના લોકો સુધી પહોંચાડવા માગે છે અને આ જ કારણ છે કે આ પ્રેરણાદાયી સ્ટોરીને હિન્દીમાં રિલીઝ કરવામાં આવશે. ગુજરાતનો ભવ્ય વારસો, ત્યાગ અને સમર્પણની ભાવના આ ફિલ્મ દ્વારા દેખાડવામાં આવશે.