12 September, 2025 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમ
યામી ગૌતમે ૨૦૨૧માં ફિલ્મમેકર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં હતાં અને ગયા વર્ષે મે મહિનામાં દીકરા વેદાવિદને જન્મ આપ્યો હતો. હાલમાં યામી અને આદિત્ય દીકરાના ઉછેરમાં વ્યસ્ત છે. આ સંજોગોમાં હાલમાં યામીનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જે જોઈને એવી ચર્ચા શરૂ થઈ છે કે યામી કદાચ બીજી વખત પ્રેગ્નન્ટ છે.
યામી હાલમાં એક ઇવેન્ટમાં પહોંચી હતી અને તેણે ટાઇટ બૉડી-હગિંગ ડ્રેસ પહેર્યો હતો. હવે આ ઇવેન્ટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે, કારણ કે એમાં યામીના પેટનો ભાગ થોડો ઊપસેલો દેખાઈ રહ્યો છે. આ પછી યામીની પ્રેગ્નન્સીની ચર્ચા થવા લાગી છે. જોકે આ મામલે યામી કે આદિત્યએ કોઈ સ્પષ્ટતા નથી કરી.