૬ ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં લગ્ન કરશે સિદ્ધાર્થ અને કિયારા?

01 January, 2023 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદ્ધાર્થ અને કિયારા જેસલમેર પૅલેસ હોટેલમાં લગ્ન કરશે એવું જાણવા મળ્યું છે

સિદ્ધાર્થ અને કિયારા

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ૬ ફેબ્રુઆરીએ રાજસ્થાનના પૅલેસમાં  લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ગયા વર્ષે વિકી કૌશલ અને કૅટરિના કૈફે પણ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ‘ધ સિક્સ સે​ન્સિસ ફોર્ટ બરવારા’માં લગ્ન કર્યાં હતાં. હવે સિદ્ધાર્થ અને કિયારા જેસલમેર પૅલેસ હોટેલમાં લગ્ન કરશે એવું જાણવા મળ્યું છે. ૪ અને ૫ ફેબ્રુઆરીએ મેંદી, હલદી અને સંગીત સેરેમની યોજાશે. જોકે બન્ને તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી. આ બન્ને ઘણા સમયથી રિલેશનમાં છે. તેમનાં લગ્નમાં નજીકનાં સગાંસંબંધીઓ અને ફ્રેન્ડ્સને આમં​ત્રિત કરવામાં આવશે. લગ્ન માટે બૉલીવુડ માટે રાજસ્થાન ફેવરિટ ડે​સ્ટિનેશન બની રહ્યું છે. પ્રિયંકા ચોપડા જોનસે પણ ત્યાં જ લગ્ન કર્યાં હતાં.

entertainment news bollywood news kiara advani sidharth malhotra