09 December, 2021 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘420 IPC’ને કેમ પસંદ કરી હતી રોહન મેહરાએ?
રોહન વિનોદ મેહરાને ‘420 IPC’ની સ્ક્રિપ્ટ ખૂબ પસંદ પડતાં તેણે એ માટે તરત હા પાડી દીધી હતી. વિનોદ મેહરાના દીકરા રોહન સાથે આ ફિલ્મમાં વિનય પાઠક, રણવીર શૌરી અને ગુલ પનાગે કામ કર્યું છે. આ એક કોર્ટરૂમ ડ્રામા છે, જે ઇકૉનૉમિક ઑફેન્સ પર છે. આ ફિલ્મમાં કામ કરવા વિશે રોહન મેહરાએ કહ્યું કે ‘મનીષ ગુપ્તાએ સ્ક્રિપ્ટને ખૂબ સાવધાનીપૂર્વક લખી છે અને એનું પહેલું પાનું વાંચીને જ હું એક્સાઇટેડ થઈ ગયો હતો. આ સાથે જ આટલી જોરદાર કાસ્ટ સાથે કામ કરવું સોને પે સુહાગા જેવું છે. અમારી ફિલ્મ એક અલગ વિષય પર મનોરંજન સાથે પ્રકાશ પાડશે.’