18 July, 2024 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેક ઑબેરૉય
વિવેક ઑબેરૉયમાં બાળપણથી સેલ્સમૅનના ગુણ હોય એવું લાગી રહ્યું છે, કેમ કે તે જ્યારે દસ વર્ષનો હતો ત્યારે વેકેશનમાં તે વિવિધ સામાન વેચતો હતો. એ સામાન તેને તેના ડૅડી સુરેશ ઑબેરૉય લાવી આપતા હતા. એ વાતને યાદ કરતાં વિવેક ઑબેરૉય કહે છે, ‘જે દિવસે સ્કૂલ પૂરી થાય ત્યારે મારા ડૅડી થોડી પ્રોડક્ટ્સ લઈ આવતા. એ ઇલેક્ટ્રૉનિક્સ, પરફ્યુમ્સ કાં તો અલગ-અલગ પ્રકારની વસ્તુઓ રહેતી. તેઓ મને કહેતા કે આ બધા સામાનની કિંમત બે હજાર રૂપિયા છે, એમાંથી તું કેટલા રળી શકે છે? જો હું એક હજારનો સામાન લઉં તો એમાંથી જે પણ ઉપરની આવક થતી એ મારી રહેતી. એક હજાર રૂપિયા હું ડૅડીને પાછા આપતો હતો. એ વખતે હું દસ વર્ષનો હતો. એ વખતે હિસાબ-કિતાબની મને ધીરે-ધીરે સમજ આવવા માંડી હતી. હું ૧૫-૧૬ વર્ષનો થયો ત્યાં સુધી દર વર્ષે વેકેશનમાં આવું ચાલ્યા કરતું હતું.’