02 December, 2024 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રાંત મૅસી
હાલમાં જ ગોવામાં સમાપ્ત થયેલા પંચાવનમા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)માં વિક્રાંત મેસીને ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માનને પગલે વિક્રાંત માટે ૨૦૨૪નું વર્ષ સોને પે સુહાગા જેવું પુરવાર થયું છે. તાજેતરમાં રિલીઝ થયેલી વિક્રાંતની ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ખૂબ જ પ્રશસ્તિ મળી રહી છે અને એમાં તેનો પર્ફોર્મન્સ પણ ખૂબ વખણાઈ રહ્યો છે. ગયા વર્ષે આવેલી ‘12th ફેલ’ પછી એક અલગ જ સ્તર પર આવી ગયેલા વિક્રાંત માટે અત્યારનો સમય બૉલીવુડમાં રિયલ સ્ટાર્ટ જેવો બની રહ્યો છે.