વિજય થલપતિની ‘લીઓ’ રિલીઝ પહેલાં કમાઈ ૨૪૬ કરોડ

07 February, 2023 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવું જાણવા મળ્યું છે કે ડિજિટલ રાઇટ્સ માટે ૧૫૦ કરોડ, સૅટેલાઇટ રાઇટ્સ માટે ૮૦ કરોડ અને મ્યુઝિક રાઇટ્સ માટે ૧૬ કરોડ ચૂકવવામાં આવ્યા છે

વિજય થલપતિ

વિજય થલપતિની ‘લીઓ’એ રિલીઝ અગાઉ ૨૪૬ કરોડ રૂપિયા કમાવી લીધા છે. આ કમાણી ફિલ્મે ડિજિટલ રાઇટ્સ, સૅટેલાઇટ રાઇટ્સ અને મ્યુઝિક રાઇટ્સ દ્વારા કમાઈ લીધા છે. આ ફિલ્મને લોકેશ કનગરાજે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ૨૫૦ કરોડમાં બનાવવામાં આવી છે અને એમાંના ૨૪૬ કરોડ રૂપિયા તો મળી ગયા છે. એવું જાણવા મળ્યું છે કે ડિજિટલ રાઇટ્સ માટે ૧૫૦ કરોડ, સૅટેલાઇટ રાઇટ્સ માટે ૮૦ કરોડ અને મ્યુઝિક રાઇટ્સ માટે ૧૬ કરોડ ચૂકવવામાં આવ્યા છે. એથી હિન્દી ડબિંગ રાઇટ્સ દ્વારા પણ ભારે રકમ મળવાની આશા છે. વિજય થલપતિ અને કનગરાજની ‘માસ્ટર’ બ્લૉકબસ્ટર હતી અને એથી ‘લીઓ’ને લઈને તેમના ફૅન્સને અપેક્ષાઓ ખૂબ છે. તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સૂત્રો મુજબ હજી તો ફિલ્મનો પ્રોમો જ બન્યો છે એવામાં આટલી મોટી રકમ મળવી એવી અપેક્ષા નહોતી. આ ફિલ્મમાં સંજય દત્ત, ​ત્રિશા ક્રિષ્નન, અર્જુન સરજા, મન્સૂર અલી ખાન, ગૌતમ વાસુદેવ મેનન અને પ્રિયા આનંદ પણ જોવા મળશે.

entertainment news bollywood news bollywood gossips bollywood south india upcoming movie