midday

સુરક્ષિત છે ‘લીઓ’ની ટીમ

23 March, 2023 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા બાદ ટીમે સલામતીની માહિતી આપી
સુરક્ષિત છે ‘લીઓ’ની ટીમ

સુરક્ષિત છે ‘લીઓ’ની ટીમ

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા બાદ ‘લીઓ’ની ટીમે પોતે સલામત હોવાની માહિતી આપી છે. આ તામિલ ફિલ્મમાં સંજય દત્ત, વિજય થલપતિ, ગૌતમ, મિસ્કિન અને પ્રિયા આનંદ લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં મંગળવારની રાતે આવેલા પ્રબળ ધરતીકંપના આંચકા જમ્મુ-કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. આ ફિલ્મને લોકેશ કનગરાજ ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મના કલાકારો સુરક્ષિત હોવાનું જણાવતાં ટ્‍‍વિટર પર ફિલ્મની ટીમે ટ્વીટ કર્યું હતું, ‘અમે બધાં સલામત છીએ.’

Whatsapp-channel
entertainment news bollywood news bollywood gossips bollywood south india