31 July, 2024 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
વિધુ વિનોદ ચોપડાની ‘પરિન્દા’ના શૂટિંગ માટે જૅકી શ્રોફની પોતાની કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૯૮૯માં આવેલી આ ફિલ્મને વિધુ વિનોદ ચોપડાએ ડિરેક્ટ કરી હતી અને એમાં અનિલ કપૂરે પણ કામ કર્યું હતું. આ ફિલ્મનું બજેટ ખૂબ જ ઓછું હતું અને એટલું ઓછું હતું કે દરેક વ્યક્તિએ તેમની પાસે જે-જે એવી વસ્તુ હોય જેનો ફિલ્મમાં ઉપયોગ કરી શકાય એ લઈને આવતી હતી. આ ફિલ્મમાં જૅકી શ્રોફે બ્લુ, બ્લૅક, બ્રાઉન અને ડાર્ક ગ્રીન શર્ટ પહેર્યાં હતાં. તેમ જ ફિલ્મમાં જે બ્લૅક ફિયાટ જોવા મળી હતી એ પણ જૅકી શ્રોફની હતી. એવું નહોતું કે ફિલ્મના પાત્રને એ કાર બંધબેસતી હતી, પરંતુ બજેટ ન હોવાથી એ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અનિલ કપૂરે ફિલ્મમાં જે જીન્સ પહેર્યાં હતાં એ જીન્સ તેનાં પોતાનાં હતાં.