વરુણ ધવને ઍનિમલ શેલ્ટરમાં પ્રાણીઓ સાથે ઊજવ્યો જન્મદિવસ

03 May, 2026 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે વરુણે ભવ્ય પાર્ટીઓની જગ્યાએ પ્રાણીઓ સાથે શાંતિથી જન્મદિવસ ઊજવ્યો.

વરુણ ધવને ઍનિમલ શેલ્ટરમાં પ્રાણીઓ સાથે ઊજવ્યો જન્મદિવસ

૨૪ એપ્રિલે વરુણ ધવનની ૩૯મી વર્ષગાંઠ હતી અને તેણે અનોખી રીતે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો જેનો વિડિયો હવે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. આ વર્ષે વરુણે ભવ્ય પાર્ટીઓની જગ્યાએ પ્રાણીઓ સાથે શાંતિથી જન્મદિવસ ઊજવ્યો. વરુણે આખો દિવસ એક ઍનિમલ શેલ્ટરમાં વિતાવ્યો જ્યાં તેણે પક્ષીઓ, ગાયો અને અન્ય પ્રાણીઓને ભોજન કરાવ્યું અને તેમની સાથે સમય પસાર કરીને શાંતિનો અનુભવ કર્યો. વરુણે સોશ્યલ મીડિયામાં વિડિયો શૅર કર્યો જેમાં તે પોતાની પત્ની નતાશા દલાલ અને દીકરી લારા સાથે જોવા મળે છે. આ વિડિયોની શરૂઆતમાં વરુણ ગૌશાળામાં ગાયોને ચારો ખવડાવતો અને પોતાની નાની દીકરીને રસ્તો બતાવતો જોઈ શકાય છે. આ વિડિયોની કૅપ્શનમાં વરુણે લખ્યું કે ‘તમારી ખુશી શોધો. મારા જન્મદિવસે મને ગોવામાં આવેલા ઍનિમલ શેલ્ટરની મુલાકાત લેવાનો મોકો મળ્યો. જ્યારે પણ સમય મળે, કૃપા કરીને ત્યાં જાઓ અને આ પ્રિય પ્રાણીઓને મળો.’

varun dhawan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news