ગ્લોબલ નૉન-ઇંગ્લિશ ટીવીના લિસ્ટમાં ‘ધ રેલવે મેન’ ત્રીજા નંબરે

30 November, 2023 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભોપાલ ગૅસ દુર્ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવેલો આ શો અઢારમી નવેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. આ શો હાલમાં લગભગ ૩૬ દેશમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. આ શોમાં આર. માધવન, કે. કે. મેનન, દિવ્યેન્દુ શર્મા અને બાબિલ ખાન જોવા મળ્યો હતો.

કે કે મેનોન

નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહેલી ‘ધ રેલવે મેન’ દુનિયાભરમાં નૉન-ઇંગ્લિશ ટીવી લિસ્ટમાં ત્રીજા ક્રમે ટ્રેન્ડ કરી રહી છે. ભોપાલ ગૅસ દુર્ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવેલો આ શો અઢારમી નવેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. આ શો હાલમાં લગભગ ૩૬ દેશમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. આ શોમાં આર. માધવન, કે. કે. મેનન, દિવ્યેન્દુ શર્મા અને બાબિલ ખાન જોવા મળ્યો હતો. આ શોને શિવ રવૈલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો હતો. ભોપાલ ગૅસ દુર્ઘટનાની આ એક અલગ જ સ્ટોરીને આ શોમાં કહેવામાં આવી હતી. આ શો દ્વારા યશરાજ ફિલ્મ્સે ડિજિટલ ડેબ્યુ કર્યો હતો. આ વિશે આર. માધવને કહ્યું કે ‘શો ‘ધ રેલવે મેન’માં કામ કરવું એ ફક્ત એક પાત્ર ભજવવા પૂરતું નહોતું, આ શો દ્વારા અમે અનસંગ હીરો જેમણે તેમની લાઇફને દાવ પર લગાવીને અન્યોની લાઇફ બચાવી હતી તેમને ટ્રિબ્યુટ આપી છે. મને ખુશી છે કે નેટફ્લિક્સ દ્વારા ‘ધ રેલવે મેન’ દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પોતાની અસર દેખાડી રહી છે. આ શોની કાસ્ટ, ક્રૂ અને આ સિરીઝ પાછળના ક્રીએટિવ માઇન્ડ સાથે કામ કરવું એ એક પૅશનેટ ફૅમિલી જેવો અનુભવ હતો. અમે દરેક દૃશ્યમાં અમારો જાન રેડી દીધો હતો અને એ એક્સ્પીરિયન્સને લોકો પણ જોઈ શકે છે.’

kay kay menon netflix bollywood news entertainment news