17 August, 2024 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મથાયસ બો, તાપસી પન્નુ
તાપસી પન્નુએ તેના હસબન્ડ ભૂતપૂર્વ બૅડ્મિન્ટન કૉચ મથાયસ બોને તાકીદ આપી છે અને એનું પાલન તેણે આવતા વર્ષે આવનારા ભારતીય સ્વતંત્રતાદિવસ સુધી કરી લેવાનું છે. પંદરમી ઑગસ્ટે ભારતભરમાં ૭૮મા સ્વાતંયદિવસની ઉજવણી ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. એવામાં તાપસીના હસબન્ડ મથાયસે ડેન્માર્કમાં ઇન્ડિયન ડેલિગેશન સાથે આ પર્વને સેલિબ્રેટ કર્યું હતું. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મથાયસે શૅર કર્યો હતો. એના પર કમેન્ટ કરતાં તાપસીએ લખ્યું કે ‘હવે આગામી ઇન્ડિપેન્ડન્સ ડે આવે ત્યાં સુધીમાં તારે ભારતીય નૅશનલ ઍન્થમ ગાતાં શીખીને એની રીલ બનાવવાની રહેશે.’
ફૅમિલી સાથે કેક-કટિંગ કર્યું સૈફ અલી ખાને
સૈફ અલી ખાન ગઈ કાલે ૫૪ વર્ષનો થયો છે. એવામાં સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન અને કરીના કપૂર ખાન સાથે મળીને સૈફે કેક-કટિંગ કર્યું હતું. સારા અને ઇબ્રાહિમ ડૅડી સૈફ માટે કેક અને બલૂન્સ લઈને તેના ઘરે પહોંચ્યાં હતાં. બલૂન પર બેસ્ટ ડૅડ એમ લખ્યું છે. સૈફની પહેલી વાઇફ અમ્રિતા સિંહનાં બાળકો છે સારા અને ઇબ્રાહિમ. કરીનાનું બૉન્ડિંગ સારા અને ઇબ્રાહિમ સાથે સારું છે.