midday

પહેલા દિવસે ફતેહનો બિઝનેસ ૨.૬૧ કરોડનો અને હિન્દી ગેમ ચેન્જરનો ૮.૬૪ કરોડ રૂપિયાનો

12 January, 2025 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલા દિવસે ફતેહનો બિઝનેસ ૨.૬૧ કરોડનો અને હિન્દી ગેમ ચેન્જરનો ૮.૬૪ કરોડ રૂપિયાનો
ફિલ્મનાં પોસ્ટર

ફિલ્મનાં પોસ્ટર

દસમી જાન્યુઆરીએ સોનુ સૂદની ‘ફતેહ’ રિલીઝ થઈ છે. આ ફિલ્મના ટ્રેલરે બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને એ સારું ઓપનિંગ કરશે એવી ધારણા હતી. વળી આ ફિલ્મના મેકર્સે પહેલા દિવસે ટિકિટનો ભાવ ૯૯ રૂપિયા રાખ્યો હતો. આ ફિલ્મે પહેલા દિવસે ૨.૬૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે, પણ દર્શકોના હકારાત્મકથી એમાં વધારો થાય એવી શક્યતા છે.

દસમી જાન્યુઆરીએ રામચરણની ‘ગેમ ચેન્જર’ રિલીઝ થઈ છે.  આ ફિલ્મની હિરોઇન કિઆરા અડવાણી છે. આ ફિલ્મ તામિલ, તેલુગુ, કન્નડા, મલયાલમ અને હિન્દી ભાષામાં રિલીઝ થઈ છે. આ ફિલ્મના હિન્દી ડબ્ડ વર્ઝને પહેલા દિવસે ૮.૬૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

box office sonu sood ram charan entertainment news bollywood bollywood news