મારા પપ્પાને હવે ફિલ્મોમાં કામ કરવાની કોઈ ઇચ્છા નથી રહી

30 May, 2026 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનાક્ષી સિન્હા કહે છે કે શત્રુઘ્ન સિન્હા રાજકીય જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે, સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં પપ્પા શત્રુઘ્ન સિન્હાની ફિલ્મી કરીઅર અને હાલના જીવન વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

મારા પપ્પાને હવે ફિલ્મોમાં કામ કરવાની કોઈ ઇચ્છા નથી રહી

સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં પપ્પા શત્રુઘ્ન સિન્હાની ફિલ્મી કરીઅર અને હાલના જીવન વિશે ખુલ્લેઆમ વાત કરી છે. સોનાક્ષીએ કહ્યું હતું કે હવે શત્રુઘ્ન સિન્હાની ફરી ફિલ્મોમાં વાપસી કરવાની શક્યતા ખૂબ ઓછી છે, કારણ કે તેઓ હાલમાં રાજકારણમાં ખૂબ વ્યસ્ત છે અને સંપૂર્ણ ધ્યાન રાજકીય જવાબદારીઓ પર આપી રહ્યા છે.
સોનાક્ષીએ કહ્યું હતું કે ‘મારા પપ્પા હાલ ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉન્ગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને લોકોની સેવા સાથે રાજકીય પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહે છે. તેઓ હાલમાં પોતાના જીવનના એવા તબક્કે છે જ્યાં તેઓ પોતાની રાજકીય ભૂમિકાને ખૂબ ગંભીરતાથી નિભાવી રહ્યા છે અને હવે ફિલ્મોમાં કામ કરવાની તેમને કોઈ ઇચ્છા નથી રહી.’

sonakshi sinha shatrughan sinha bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news