06 January, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાએ હાલમાં એક ફોટો શૅર કર્યો છે. ઓ ફોટોમાં તે ઘોડા પર બેઠી છે અને ઘોડો બે પગે ઊભો છે. તેના બૅકગ્રાઉન્ડમાં પિરામિડ જોવા મળી રહ્યો છે. આ ફોટો શૅર કરીને સોનાક્ષીએ એક ફની કૅપ્શન આપી છે. એ કૅપ્શનમાં તેણે ‘વેલકમ’ના અદ્ભુત પેઇન્ટર એવા મજનૂભાઈના ફેમસ ઘોડાના ચિત્રનો રેફરન્સ આપ્યો છે. આ ફોટો શૅર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી હતી, ‘આજની પોસ્ટ મજનૂભાઈને ડેડિકેટ છે.’