રોહિત શેટ્ટીના કૉપ યુનિવર્સમાં આ વખતે રામાયણનો ટચ

08 October, 2024 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાંબીલચ સ્ટારકાસ્ટની હાજરીમાં સિંઘમ અગેઇનનું લાંબુંલચ ટ્રેલર લૉન્ચ થયું

તસવીરો : કીર્તિ સુર્વે પરાડે

ગઈ કાલે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગ્રૅન્ડ થિયેટરમાં રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું. રોહિત શેટ્ટી–અજય દેવગનની સાથે કરીના કપૂર, ટાઇગર શ્રોફ, અર્જુન કપૂર, રણવીર સિંહ અને રવિ કિશન ઇવેન્ટમાં હાજર રહ્યાં હતાં. ફિલ્મનું ટ્રેલર ૪ મિનિટ ૫૮ સેકન્ડ જેટલું લાંબું છે.

ટ્રેલરમાં રોહિત શેટ્ટીની અગાઉની ફિલ્મોના ટ્રેલરની જેમ આખી વાર્તા વણી લેવાઈ છે. જોકે રોહિત શેટ્ટીએ આ ફિલ્મમાં મદાર ​હિરોઇઝમ પર વધુ રાખ્યો છે. ફિલ્મની વાર્તાને રામાયણ સાથે સાંકળવામાં આવી છે. ડેન્જર લંકા (અર્જુન કપૂર)નું પાત્ર અવનિ કામત (કરીના)ને કિડનૅપ કરીને લઈ જાય છે. પત્નીને રાવણથી બચાવવા સિંઘમ બીજા દેશ પર ચડાઈ કરે છે. જે રીતે રામાયણમાં હનુમાન, લક્ષ્મણ, જટાયુ અને શબરીએ રામની મદદ કરી હતી તેમ અહીં સિંઘમની મદદે દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ, રણવીર સિંહ અને અક્ષય કુમારનાં પાત્રો આવે છે.

દિવસે બેબીની ડ્યુટીમાં દીપિકા છે, રાતના હું : રણવીર


ઇવેન્ટમાં મુખ્ય કલાકારોમાંથી દીપિકા પાદુકોણ અને અક્ષય કુમારે હાજરી નહોતી આપી. રણવીર સિંહે જણાવ્યું હતું કે ‘દીપિકા બેબીની સંભાળ રાખવામાં વ્યસ્ત છે એટલે તે ઇવેન્ટમાં નથી આવી શકી. દીપિકા દિવસે બેબી સાથે વ્યસ્ત રહે છે અને મારી ડ્યુટી નાઇટમાં છે. એટલે હું આવ્યો છું.’ રણવીર સિંહે કહ્યું હતું કે ‘મારી પત્ની ક્લાસી છે, પણ તેને આવા માસી (Massy)અવતારમાં જોવી મને ખૂબ ગમે છે.’

મારું પાત્ર રાવણનું છે, પણ મારી અંદરનું બાળક Eજે ખુશ છે : અર્જુન કપૂર


અર્જુન કપૂરે જણાવ્યું હતું કે ‘રોહિત શેટ્ટીએ નરેશનમાં મૉડર્ન ડે રામાયણની વાત કરી હતી મને. એની ઝલક જ મને ખૂબ ગમી હતી. હું બ્લેસ્ડ છું કે તેમણે મને આ ટીમનો ભાગ બનાવ્યો. મને અજય સર સાથે કામ કરવાની ખૂબ જ ઇચ્છા હતી. જ્યારે પણ હું ‘રોહિત શેટ્ટી ઍન્ડ ટીમ’ લખેલું વાંચતો ત્યારે મને થતું કે આ ટીમનો ભાગ બનવું છે. હું પણ કામ કરવા માગતો હતો. મેં ‘સિંઘમ’ ચંદનમાં અને ‘સિંઘમ 2’ ગેઇટીમાં જઈને જોઈ છે. મેં ‘ગોલમાલ 3’ બાદ રોહિત સરને કહ્યું હતું કે મારે પણ તેમની સાથે એક દિવસ કામ કરવું છે. મને ખબર નહોતી કે મારું સપનું આ રીતે પૂરું થશે. હા, આ ફિલ્મમાં હું વિલન છું. ‘મારું ડેન્જર લંકા’ રાવણનું પાત્ર છે, પણ મારી અંદર રહેલું બાળક, જેને સિનેમા ગમે છે, તે આજે બહુ ખુશ છે.’

અક્ષયનો રમૂજી મેસેજ


અક્ષય કુમારે વિડિયો મારફત મેસેજ આપ્યો હતો. અક્ષયે ‘સૂર્યવંશી’ને જેટલો પ્રેમ આપ્યો છે એટલો જ પ્રેમ ‘સિંઘમ’ને આપજો એમ જણાવી રમૂજ કરતાં આગળ કહ્યું હતું કે ‘મારો ભાઈ ટાઇગર થોડું ઓછું બોલે છે પણ તમે એની ચિંતા ન કરતા, મેં રણવીર સિંહને છુટ્ટો મૂક્યો છે.’

rohit shetty ajay devgn kareena kapoor ranveer singh akshay kumar arjun kapoor deepika padukone ravi kishan tiger shroff singham upcoming movie bollywood news bollywood entertainment news trailer launch nmacc