22 October, 2022 04:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ફિલ્મ પચીસ ઑક્ટોબરે રિલીઝ થવાની છે
સિદ્ધાર્થ મલ્હોત્રાનું કહેવું છે કે તેની ‘થૅન્ક ગૉડ’નો કન્સેપ્ટ ‘જૈસી કરની વૈસી ભરની’ પર આધારિત છે. ઇન્દ્ર કુમારે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન અને રકુલપ્રીત સિંહ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ પચીસ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મ વિશે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું કે ‘મારું માનવું છે કે જે પ્રકારે આપણા દેશમાં કર્મમાં ભરોસો કરવામાં આવે છે અને ‘જૈસી કરની વૈસી ભરની’માં માનવામાં આવે છે એ જ કન્સેપ્ટનું આ ફિલ્મમાં રાઇટર્સ અને ઇન્દ્ર કુમાર સરે ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. ફિલ્મની સ્ટોરી એક એવી વ્યક્તિની છે જે લોઅર મિડલ ક્લાસમાંથી અપર મિડલ ક્લાસ અને એનાથી પણ વધુ ઊંચાઈએ જવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે. એ દરમ્યાન તેનો ઍક્સિડન્ટ થાય છે અને તેની મુલાકાત ચિત્રગુપ્ત સાથે થાય છે, જે નક્કી કરે છે કે ગેમ રમ્યા બાદ નક્કી કરવામાં આવશે કે તેને સ્વર્ગ કે નરકમાં મોકલવામાં આવે. હું એ પાત્રની અને ઇન્દ્ર કુમાર સરે એને જે રીતે રજૂ કર્યું છે એની પ્રશંસા કરું છું.’