મેં સેફ્ટીને ધ્યાનમાં રાખ્યા બાદ કપિલ શર્મા સાથે શૂટિંગ કર્યું: સાકિબ

17 October, 2020 08:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેં સેફ્ટીને ધ્યાનમાં રાખ્યા બાદ કપિલ શર્મા સાથે શૂટિંગ કર્યું: સાકિબ

સાકિબે બહેન હુમા કુરેશી સાથે શૂટિંગ કર્યું હતું

સાકિબ સલીમનું કહેવું છે કે તેણે તમામ પ્રકારની સેફ્ટીને ધ્યાનમાં રાખ્યા બાદ ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ તેની બહેન હુમા કુરેશી સાથે કર્યું હતું. સાકિબ અને હુમા બન્ને એકબીજા સાથે ખૂબ જ ઝઘડો કરે છે અને એ વાતની જાણકારી તેમણે સોની ટીવી પર આવતા‍ ‘ધ કપિલ શર્મા શો’માં અગાઉ કરી હતી. આ શોમાં ભાઈ-બહેન ફરી હાજરી આપી રહ્યા‍ છે. આ વિશે વાત કરતાં સાકિબે કહ્યું હતું કે ‘અમને કપિલના શોમાં શૂટિંગ કરવાની ખૂબ જ મજા આવી હતી. આ શોને જોવાની દર્શકોને તો મજા આવે જ છે, પરંતુ એમાં મહેમાન બનવાની પણ એટલી જ મજા આવે છે. અમે કોવિડને લઈને દરેક પ્રકારની કાળજી રાખી હતી. દરેક વ્યક્તિ ઇન્ડસ્ટ્રીમાં તેમનું કામ શરૂ કરી રહ્યા છે તો અમે પણ એમાં પાછળ નહીં રહી શકીએ. દરેક શૉટ્સની વચ્ચે સૅનિટાઇઝેશન કરવામાં આવતું હતું, ડિસ્ટન્સ પણ રાખવામાં આવતું હતું. શોની પ્રોડક્શન ટીમ પણ દરેક પ્રકારની કાળજી રાખતી હતી અને મારી ટીમે પહેલાં તેમની સાથે સાવચેતીના દરેક પાસાઓ પર નજર નાખી હતી. અમને શૂટિંગ કરવાની ખૂબ જ મજા આવી હતી. મેં લૉકડાઉન દરમ્યાન જ સાવચેતીના દરેક પહલુને ધ્યાનમાં રાખીને ‘કૉમેડી કપલ’નું શૂટિંગ અને ડબિંગ પૂરું કર્યું છે.’

entertainment news indian television television news tv show the kapil sharma show kapil sharma huma qureshi saqib saleem