23 November, 2026 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં પોતાની ચોથી ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘ઈઠા’ને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે તેણે પોતાની કેટલીક નવી તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં શ્રદ્ધા પીળી સાડી, કપાળે બિંદી, નાકમાં ચૂંક, ગળામાં નેકલેસ અને હાથમાં બંગડી પહેરીને સુંદર દેસી અંદાજમાં જોવા મળી રહી છે. તેનો આ લુક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. સમુદ્રકિનારે તેણે આપેલા સુંદર પોઝ તસવીરોને વધુ આકર્ષક બનાવી રહ્યા છે.