24 November, 2026 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂરના ભૂતપૂર્વ પ્રેમી શાહિદ કપૂર અને પતિ સૈફ અલી ખાનની અચાનક મુલાકાત થઈ ત્યારે બન્નેએ એકબીજાને ભેટીને હસતાં-હસતાં કરી વાતો
કરીના કપૂરના ભૂતપૂર્વ પ્રેમી શાહિદ કપૂર અને પતિ સૈફ અલી ખાનની તાજેતરમાં બાંદરા વિસ્તારમાં અચાનક મુલાકાત થઈ ગઈ હતી. આ સમયે બન્નેએ એકબીજાને ઇગ્નોર કરવાને બદલે ઉષ્માભેર એકબીજાને ભેટીને હસતાં-હસતાં વાતચીત કરી હતી. આ વિડિયો જોઈને ખબર પડી જાય છે કે તેમના સંબંધોમાં કોઈ સમસ્યા નથી. હાલમાં શાહિદની પત્ની મીરાએ પણ કરીનાના
ચૅટ-શોમાં હાજરી આપી હતી અને હવે શાહિદ અને સૈફની મુલાકાતનો વિડિયો સોશ્યલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.