midday

શાહિદ કપૂરની ‘દેવા’નું આવતા દશેરાએ રિલીઝનું મૂરત

25 October, 2023 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે જોવા મળશે. ફિલ્મને સિદ્ધાર્થ રૉય કપૂર પ્રોડયુસ કરશે અને રોશન ઍન્ડ્રુઝ ડિરેક્ટ કરશે
શાહિદ કપૂર

શાહિદ કપૂર

શાહિદ કપૂર તેની આગામી ઍક્શન-થ્રિલર ‘દેવા’ આવતા વર્ષે દશેરામાં લઈ આવવાનો છે. ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે જોવા મળશે. ફિલ્મને સિદ્ધાર્થ રૉય કપૂર પ્રોડયુસ કરશે અને રોશન ઍન્ડ્રુઝ ડિરેક્ટ કરશે. આ ફિલ્મનો શાહિદનો લુક શૅર કરવામાં આવ્યો છે. એમાં તેણે વાઇટ શર્ટ અને બ્રાઉન ટ્રાઉઝર પહેર્યું છે. સાથે જ સનગ્લાસિસ અને હાથમાં ગન દેખાય છે. પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહિદે કૅપ્શન આપી હતી, ‘૨૦૨૪ની ૧૧ ઑક્ટોબરે દશેરા દરમ્યાન ‘દેવા’ થિયેટરમાં રિલીઝ થવાની છે.’ આ ફિલ્મને લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં પૂજા હેગડેએ કહ્યું કે ‘આ સ્પેશ્યલ ફિલ્મ છે અને એની સ્ટોરી હટકે છે. રોશન ઍન્ડ્રુઝ સ્ક્રીન પર જાદુ રેલાવવા માટે જાણીતા છે. હું આ જર્નીની શરૂઆત કરવા માટે અને દર્શકોને મારો હટકે અને અલગ રોલ દેખાડવા માટે આતુર છું. સાથે જ હું શાહિદ કપૂર સાથે કામ કરવા માટે ઉત્સુક છું. તે અદ્ભુત પર્ફોર્મર છે અને મને આશા છે કે અમારી જોડી યાદગાર બની જશે.’

Whatsapp-channel
shahid kapoor siddharth roy kapur bollywood news bollywood gossips bollywood entertainment news