એક નહીં બે જાણીતી અભિનેત્રીઓના પ્રેમમાં મળ્યો શાહિદ કપૂરને દગો, જાણો નામ

05 May, 2024 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શાહિદ કપૂર આ દગા બાદ વિખેરાઈ ગયો હતો. મુશ્કેલથી તેણે પોતાની સંભાળ્યો અને મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા.

શાહિદ કપૂર (ફાઈલ તસવીર)

શાહિદ કપૂરે પોતાના બ્રેકઅપનો સમય ભૂલાવીને પત્ની મીરા રાજપૂત અને બન્ને બાળકો સાથે આગળ વધ્યો છે. પણ તાજેતરમાં જ નેહા ધૂપિયાના શૉમાં પહોંચ્યો. એક્ટરે પોતાની સાથે થયેલા દગા વિશે વાત કરી જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હતા. શૉ દરમિયાન શાહિદે પત્ની મીરા સામે માન્યું કે તેમણે એક નહીં પણ બે વાર પ્રેમમાં દગો મળ્યો છે. હાલ તો એક્ટરે આ વાતને હસીને જણાવી પણ તે દરમિયાન તે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો.

શાહિદને પ્રેમમાં મળ્યો દગો
નેહા ધૂપિયાએ વાતચીત દરમિયાન પોતાના ગેસ્ટ શાહિદ કપૂરને પૂછ્યું કે તેને રિલેશનશિપમાં કેટલીવાર દગો મળ્યો છે. આના જવાબમાં કબીર સિંહ એક્ટરે હસતા હસતા કહ્યું કે, "હું એકને લઈને શ્યોર છું. બીજીને લઈને મને શંકા છે. તો મને લાગે છે કે આમાંથી કંઇક છે. હું તેમનામાંથી કોઈનું નામ નહીં લઉં." શાહિદના આ જવાબ બાદ નેહાએ કહ્યું કે શું તે બે ફેમસ મહિલાઓ છે જેમને તમે ડેટ કર્યું હતું? એક્ટરે આ સવાલ પર મૌન સેવ્યું. હવે આ મામલે આવેલી કૉમેન્ટ્સ પ્રમાણે આ બન્ને એક્ટ્રેસ કરીના કપૂર અને પ્રિયંકા ચોપડા છે. જો કે, આ વાતની પુષ્ટિ થઈ શકે તેમ નથી.

કોણ છે આ ફેમસ એક્ટ્રેસ?
કરીના કપૂર અને શાહિદ કપૂર વચ્ચેના સંબંધો બહુ જાણીતા હતા. અભિનેત્રીએ ખુલ્લેઆમ એક્ટર સાથે ડેટિંગ કરવાનો સ્વીકાર કર્યો હતો. તેઓ કરણ જોહરના શો, ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. પરંતુ અચાનક તેમના બ્રેકઅપના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા. તે સમયે એવા સમાચાર આવ્યા હતા કે ફિલ્મ ટશનના શૂટિંગ દરમિયાન કરીના તેના કો-એક્ટર સૈફ અલી ખાનના પ્રેમમાં પડી ગઈ હતી. કરીના સાથેના બ્રેકઅપ બાદ શાહિદની પાડોશી પ્રિયંકા ચોપરા પણ તેના જીવનમાં આવી. તેમનો સંબંધ ક્યારે શરૂ થયો અને ક્યારે સમાપ્ત થયો તેની કોઈ માહિતી નથી. હવે શાહિદ તેના બંને બાળકો સાથે ખુશ છે.

ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂર હાલમાં જ તેની પત્ની સાથે ડિનર પર ગયો હતો એ દરમ્યાન ફોટોગ્રાફર્સ પર ભડકી ગયો હતો. તે સોમવારે રાતે ડિનર માટે ગયો હતો ત્યારે તેમનો ફોટો લેવા માટે ફોટોગ્રાફર્સ પડાપડી કરી રહ્યા હતા. શાહિદ ઘણા સમય બાદ તેની પત્ની સાથે આ રીતે ડિનર પર જોવા મળ્યો  હતો. શાહિદનો હાલમાં જ ટ્રાવેલ-પ્લાન લીક થયો હતો એટલે તે કામ માટે જાય એ પહેલાં પત્ની સાથે ડિનર પર ગયો હતો. જોકે ફોટોગ્રાફર્સ તેના પર ધસી રહ્યા હોય એ રીતે વર્તન કરતાં શાહિદ તેમના પર ગુસ્સે થઈ ગયો હતો. તે ગુસ્સે થતાં સોશ્યલ મીડિયા પર લોકોનાં મિક્સ રીઍક્શન મળી રહ્યાં છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમને લીધે તો પબ્લિસિટી મળે છે અને કેટલાક લોકો કહી રહ્યા છે કે તેનો ટ્રાવેલ-પ્લાન લીક કર્યા બાદ તેની પાસે બીજી શું અપેક્ષા રાખો છો.

shahid kapoor neha dhupia kareena kapoor priyanka chopra bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news