21 December, 2022 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરુખ ખાન
શાહરુખ ખાન (Shah Rukh Khan)એ કિંગ ખાન એમ જ નથી કેહવાતું, તેમનું કામ કામ પણ એવું છે. બૉલિવૂડના બાદશાહના દુનિયાભરમાં ફેન્સ છે. માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જોવાતી હોય છે. શાહરુખ કાનની લોકપ્રિયતાનો અંદાજ એનાથી લગાવી શકાય છે કે તેમને જાણીતા ફેમસ મેગેઝીન એમ્પાયરે દુનિયાના 50 ગ્રેટ આર્ટિસ્ટ (Great Artist)ની લિસ્ટમાં સ્થાન આપ્યું છે. આ લિસ્ટમાં બૉલિવૂડમાંથી સામેલ થનાર એકમાત્ર અભિનેતા શાહરુખ ખાન છે. હોલીવુડમાંથી અભિનેતા ડેનજેલ વોશિંગટન, ટૉમ હૈંક્સ, એન્થની માર્લન બ્રૈંડો, મેરિલ સ્ટ્રીપ, જૈક નિકોલસન સહિત અનેક કલાકોરના નામનો સમાવેશ થાય છે.
મેગેઝીને જણાવ્યું હતું કે ખાનની કારકિર્દી હવે ચાર દાયકા સુધી વિસ્તરેલી છે "અનબ્રોકન હિટની નજીક છે, અને તેના ચાહકોની સંખ્યા અબજોમાં છે". વધુમાં મેગેઝીને કહ્યું કે તમે કોઈ પણ ચમત્કાર અને પોતાની ક્રાફ્ટમાં મહારત હાંસિલ કર્યા વગર આવું કરી શકતા નથી. લગભગ દરેક જૉનરમાં ફીટ, એવું કંઈ જ નથી જે તે ના કરી શકતા હોય.
આ પણ વાંચો:શાહરુખ ખાન જો હિન્દુ હોત તો કેવા હોત? જાણો કિંગ ખાનનો જવાબ
પ્રકાશનમાં શાહરૂખની કેટલીક ફિલ્મોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પૈકી, સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત "દેવદાસ", કરણ જોહર દ્વારા "માય નેમ ઈઝ ખાન" અને "કુછ કુછ હોતા હૈ" અને આશુતોષ ગોવારિકર દ્વારા દિગ્દર્શિત "સ્વદેશ"માં ખાનનું પાત્ર પ્રકાશિત થયું હતું. 2012 ની ફિલ્મ "જબ તક હૈ જાન" ના તેમના સંવાદ - "જિંદગી તો હર રોજ જાન લેતી હૈ... બમ તો સિર્ફ એક બાર લેગા" ને તેની કારકિર્દીની "પ્રતિષ્ઠિત રેખા" તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો:‘પઠાન’ને દીકરીની સાથે બેસીને જોશે શાહરુખ?: મધ્ય પ્રદેશ વિધાનસભાના સ્પીકર
શાહરુખ ખાનની આગામી ફિલ્મ `પઠાન` 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં જૉન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ છે. આવતા વર્ષે કિંગ આ સિવાયની પણ બે ફિલ્મમાં જોવા મળશે. જેમાંની એક `જવાન` છે અને બીજી રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ડંકી છે.