21 May, 2026 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમાર એક ફિલ્મમાં સાથે; પણ હીરો હશે જૉની લીવર
ફિલ્મમેકર ફરહાદ સામજી કૉમેડિયન જૉની લીવરને લીડ રોલમાં લઈને કૉમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. રિપોર્ટ હતા કે આ ફિલ્મમાં સલમાન ખાન અને અક્ષય કુમાર કૅમિયો કરતા જોવા મળશે. હવે જૉની લીવરની આ આગામી ફિલ્મમાં શાહરુખ ખાન પણ કૅમિયો કરશે એવી ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મની ઓપનિંગ સીક્વન્સમાં જ તેનો રોલ હશે. હાલમાં શાહરુખનો આ ફિલ્મમાં કૅમિયો માટે સંપર્ક કરવામાં આવ્યો હતો અને તે તૈયાર થઈ ગયો છે. શાહરુખ પણ જૉની લીવરની ફિલ્મનો ભાગ બનવા અંગે ખૂબ ખુશ છે કારણ કે બન્ને વચ્ચે ત્રણ દાયકાનો સંબંધ છે અને બન્નેએ સાથે મળીને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે શાહરુખ જૂન મહિનામાં પોતાના ભાગનું શૂટિંગ કરશે. હાલમાં ફિલ્મના ટાઇટલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મમાં જૉની લીવરની પત્નીના રોલમાં શિલ્પા શિરોડકર જોવા મળશે.