17 December, 2022 08:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરુખ ખાન
17 ડિસેમ્બરના જૉન અબ્રાહમ (John Abraham) 50મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. જૉન અબ્રાહમના જન્મદિવસે (Birthday) બૉલિવૂડ બાદશાહ શાહરુખ ખાને (Shah Rukh Khan) પણ એક ખાસ પોસ્ટ શૅર કરી છે. જૉન, કિંગ ખાન સાથે `પઠાણ`માં દેખાવાના છે. જાણો શાહરુખ ખાને જૉન અબ્રાહમ માટે શું લખ્યું છે.
જૉન માટે શાહરુખની પોસ્ટ
જૉન અબ્રાહમ અને શાહરુખ ખાન `પઠાણ`માં સાથે દેખાવાના છે. ચાહકો બન્ને સ્ટાર્સને સ્ક્રીન પર સાથે જોવા માટે તત્પર દેખાય છે. જૉનના જન્મદિવસે કિંગ ખાને `પઠાણ`માંથી તેમનો નવો લૂક શૅર કર્યો છે. નવા લૂકમાં જૉન હાથમાં બંધૂક લઈને ટશનમાં ઊભેલા દેખાય છે. જૉનની તસવીર શૅર કરીને શાહરુખે લખ્યું છે, "ઑન સ્ક્રીન દુશ્મન, ઑફ સ્ક્રીન દોસ્ત... હેપ્પી બર્થડે ડિયર, 25 જાન્યુઆરીના સિનેમાઘરોમાં #પઠાણમાં જુઓ અમારો ક્લેશ. પઠાણ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે."
જૉન અબ્રાહમનો નવો લૂક જોયા પછી એટલું સમજાયું છે કે સ્ક્રીન પર કિંગ ખાન અને તેમની જબરજસ્ત ફાઈટ જોવા મળવાની છે. `પઠાણ`માં દીપિકા પાદુકોણ, શાહરુખ ખાન અને જૉન અબ્રાહમ મોટા પડદા પર પોતાની એક્ટિંગથી ધમાલ મચાવવા માટે તૈયાર છે. લૂક જોઈને એ તો કહી જ શકાય છે. બાકી ફિલ્મની સ્ટોરી રિલીઝ થતાં જોવા મળશે કે આગળ હજી શું થવાનું છે.
બેશર્મ રંગ પર કેમ થઈ રહી છે કૉન્ટ્રોવર્સી
12 ડિસેમ્બરના `પઠાણ`નું પહેલું ગીત બેશર્મ રંગ રિલીઝ થયું. બેશર્મ રંગ ગીતમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. મ્યૂઝિક વીડિયોમાં એક સીન દરમિયાન દીપિકા પાદુકોણ ઑરેન્જ કલરની બિકિની પહેરેલી જોવા મળી. આ મામલે અનેક સંગઠનોએ વિરોધ વ્યક્ત કર્યો. આ સંગઠનોનું કહેવું છે કે દીપિકાએ કેસરી બિકિની પહેરીને તેમની આસ્થાને ઠેસ પહોંચાડી છે.
આ પણ વાંચો : Pathaan વિવાદમાં નવનીત રાણાની એન્ટ્રી, શાહરુખ ખાન પર આપી પ્રતિક્રિયા
અને ત્યાર બાદથી અનેક જગ્યાએ `પઠાણ`નો વિરોધ થઈ રહ્યો છે. જો કે, અત્યાર સુધી આના પર મેકર્સ અને સ્ટાર્સે ઑફિશિયલી કંઈ કહ્યું નથી.