અમેરિકાથી પરત ફર્યો શાહરૂખ ખાન: આવી હાલત જોઈ સૌ દંગ, ઉઠી રહ્યા છે સવાલ

05 July, 2023 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગઇકાલે શાહરૂખ ખાનને અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા હતા. આ સમાચારને કારણે તેના ચાહકો ખૂબ જ ચિંતામાં મૂકાઈ ગયા હતા. એક નાની ઈજાને કારણે રક્તસ્ત્રાવ બંધ થઈ રહ્યો ન હોવાથી અભિનેતાએ સર્જરી કરાવવી પડી હતી.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન (ફાઈલ તસવીર)

સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેની પત્ની ગૌરી ખાન (Gauri Khan) અને નાના પુત્ર અબરામ પણ તેની સાથે જ હતા.

આ ત્રણેયનો વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. જેમાં ગઇકાલે શાહરૂખ ખાનને અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા હતા. આ સમાચારને કારણે તેના ચાહકો ખૂબ જ ચિંતામાં મૂકાઈ ગયા હતા. એક નાની ઈજાને કારણે રક્તસ્ત્રાવ બંધ થઈ રહ્યો ન હોવાથી અભિનેતાએ સર્જરી કરાવવી પડી હતી.

પરંતુ આજે સવારે શાહરૂખ ખાન એરપોર્ટ પર સ્વસ્થ જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનને સ્વસ્થ જોઈને સૌને હાશકારો થયો છે.  જોકે શાહરૂખ ખાનના નાક પર સર્જરીનું કોઇ પણ પ્રકારનું નિશાન જોવા મળ્યું નથી.  તેને કારણે એવા પણ સવાલ થઈ રહ્યા છે કે શું સર્જરીના સમાચાર ખોટા હતા? શું શાહરૂખ ખાનને કોઈ જ અકસ્માત થયો ન હતો?

સોશિયલ મીડિયા પર તેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જેમાં શાહરૂખ ખાન હાઈ સિક્યુરિટી અને તમામ કેમેરા વચ્ચે એરપોર્ટની બહાર નીકળતો હતો. આ વિડિયોમાં તેની ઈજાના કોઈ નિશાન દેખાતા ન હતા. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન જીન્સ અને હૂડીના ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. આ સાથે તેણે પોતાનો ચહેરો કેપ અને ચશ્માથી છુપાવ્યો હતો.

મંગળવારે એવા સમાચાર આવ્યા હતા કે અભિનેતાને અમેરિકામાં અકસ્માત છે. તેના નાકમાં ઈજા થઈ છે. જેને કારણે તેની એક નાની સર્જરી પણ કરવામાં આવી છે. અભિનેતા તેના એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો જ્યારે તેને લોસ એન્જલસમાં સેટ પર એક નાનો અકસ્માત થયો હતો. જો કે કિંગ ખાન હવે ભારતમાં સ્વસ્થ પાછો ફર્યો છે ત્યારે આ સર્જરી અને અકસ્માત બાબતે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

શાહરૂખ ખાન વિશે ગત દિવસોમાં એવી ખબર આવી હતી કે તે અમેરિકાના લોસ એન્જલસમાં તે ઘાયલ થયો છે અને તેની સર્જરી પણ કરવામાં આવી છે. પરંતુ શાહરૂખ ખાનના મેનેજરે સૌને માહિતી આપતાં કહ્યું હતું કે, “આ અહેવાલો સંપૂર્ણપણે નકલી છે. આ બનાવટી છે અને તેમાં કોઈ સત્ય નથી.”

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાને પાંચ વર્ષ બાદ વર્ષ 2023માં અભિનયની દુનિયામાં બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ સાથે ધમાકેદાર વાપસી કરી છે. આ ફિલ્મની કમાણીની વાત કરી તો તેણે વર્લ્ડ વાઇડ લગભગ 1,000 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી છે. ઉપરાંત શાહરૂખ ખાન આગામી પ્રોજક્ટ ‘ડંકી’ અને ‘જવાન’ને લઇને સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે.

 

 

 

Shah Rukh Khan gauri khan abram khan united states of america mumbai airport entertainment news