midday

બાવીસ વર્ષ પછી ફરી રિલીઝ થાય છે કલ હો ના હો

13 November, 2024 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરના ધર્મા પ્રોડક્‍શન્સ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ નિખિલ અડવાણીએ ડિરેક્ટ કરી હતી.
`કલ હો ના હો` ફિલ્મનું પોસ્ટર

`કલ હો ના હો` ફિલ્મનું પોસ્ટર

શાહરુખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને સૈફ અલી ખાનને ચમકાવતી ‘કલ હો ના હો’ આ શુક્રવારે ફરી રિલીઝ થઈ રહી છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્‍શન્સ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ નિખિલ અડવાણીએ ડિરેક્ટ કરી હતી. ૨૦૦૩ની ૨૮ નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં જયા બચ્ચન, સુષમા સેઠ, રીમા લાગૂ, લિલેટ દુબે અને ડેલનાઝ ઈરાની પણ મુખ્ય ભૂમિકામાં હતાં. શાહરુખ ખાનની સલમાન ખાન સાથેની ‘કરણ અર્જુન’ પણ આ જ મહિને બાવીસ તારીખે રીરિલીઝ થવાની છે.

Whatsapp-channel
Shah Rukh Khan priety zinta saif ali khan kal ho naa ho karan arjun Salman Khan karan johar dharma productions jaya bachchan indian cinema bollywood bollywood news entertainment news