ટીપુ સુલતાનની ફિલ્મ હવે નહીં બને

25 July, 2023 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમાં ટીપુ સુલતાનની એકેએક સાઇડ દેખાડવામાં આવવાની હતી. જોકે હવે એને પડતી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટીપુ સુલતાન ફિલ્મ

ટીપુ સુલતાન પરથી બનાવવામાં આવી રહેલી ફિલ્મ હવે બનાવવામાં નહીં આવે. મૈસૂરના કિંગ પરથી જે ફિલ્મ બનાવવામાં આવવાની હતી એને લઈને ​ઘણો વિવાદ ઊભો થયો હતો. આ ફિલ્મને પ્રોડ્યુસર સંદીપ સિંહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવવાની હતી. એમાં ટીપુ સુલતાનની એકેએક સાઇડ દેખાડવામાં આવવાની હતી. જોકે હવે એને પડતી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળનું કારણ સંદીપ સિંહને મળી રહેલી ધમકીઓ છે. ટીપુ સુલતાનના ફૉલોઅર્સ દ્વારા સંદીપ સિંહ અને તેની ફૅમિલીને ધમકીઓ મળી રહી છે. સંદીપ સિંહ સાથે આ ફિલ્મને ઇરોસ એન્ટરટેઇનમેન્ટ અને રશ્મિ શર્મા ફિલ્મ્સ પણ પ્રોડ્યુસ કરવાના હતા. જોકે આ વિશે સંદીપ સિંહે ટ્વિટર પર સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘હઝરત ટીપુ સુલતાન પર હવે ફિલ્મ બનાવવામાં નહીં આવે. હું મારાં ભાઈઓ અને બહેનોને એ વિનંતી કરું છું કે તેઓ મારી ફૅમિલી, મારા ફ્રેન્ડ્સ અને મને હવે ધમકીઓ ન આપે. મેં કોઈની પણ લાગણીઓને અજાણતાં પણ દુભાવી હોય તો મને માફ કરજો. કોઈની ધાર્મિક લાગણીને દુભાવવાનો મારો હેતુ ક્યારેય નહોતો અને હું દરેક માન્યતાનો રિસ્પેક્ટ કરું છું. એક ભારતીય તરીકે આપણે દરેકે એક મળીને દરેકનો રિસ્પેક્ટ કરવો જોઈએ.’

tipu sultan bollywood news bollywood gossips bollywood entertainment news